Anand : ઝાયડસ હોસ્પિટલ દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઓક્ટોબર મહિનાને વિશ્વભરમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ (સ્તન કેન્સર જાગૃતિ મહિનો) તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીના સંકુલમાં મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક ખાસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્તન કેન્સરના વધતા જતા કેસો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ખાસ સેમિનારમાં ઝાયડસ હોસ્પિટલના જાણીતા મેડિકલ અને હિમેટો ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કેતન મકવાણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડો. કેતન મકવાણાએ ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, શ્આજના સમયમાં મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, પરંતુ જો યોગ્ય સમયે અને વહેલા સ્ટેજમાં આ રોગનું નિદાન થઈ જાય તો તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે. તેમણે મહિલાઓને દર મહિને સ્વનિરીક્ષણ કરવા અને કોઈપણ નાની ગાંઠ કે અસામાન્ય બદલાવ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના મહિલા પ્રોફેસરો, વહીવટી મહિલા કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સહિત 400 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સેમિનારના અંતે મહિલાઓએ કેન્સરના નિદાન, સારવાર અને તેનાથી જોડાયેલી શંકાઓ અંગે ડોક્ટર સાથે પ્રશ્નોત્તરી કરી ઉત્સાહભેર માર્ગદર્શન મેળવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

