Anand :કરમસદ-આણંદ મનપાનો પ્રથમ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
24
નવરચિત કરમસદ આણંદ મહાપાલિકાનો પ્રથમ ડેવલોપમેન્ટ પ્લાન જાહેર કરાયો છે. આણંદ-વિદ્યાનગર-કરમસદ શહેરી સત્તાવિકાસ મંડળ-અવકુડાની 8 સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી 34મી બોર્ડ બેઠકના ઠરાવ નંબર 6 થી ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 ની કલમ 9(1) હેઠળ વિકાસ સત્તામંડળના આણંદ, વલ્લભવિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડિયા, ગામડી, લાંભવેલની વિકાસ યોજનાનો મુસદ્દો શહેરી વિકાસ વિભાગને મોકલી આપવામાં આવ્યો હોય મહાપાલિકાનો પ્રથમ ડેવલોપમેન્ટ પ્લાન વિધીવર્ત રીતે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સીજીડીસીઆરમાં સત્તામંડળની સુચિત જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ડેવલોપમેન્ટ પ્લાનની મંજુરી મુદ્દે અવઢળની સ્થિતિ પ્રવર્તતી હતી ત્યારે આખરે પ્રથમ પ્રપોઝ ડ્રાફ્ટ ડીપી તૈયાર કરીને સરકારમાં મોકલી આપવામાં આવતા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 ની કલમ 13(1) હેઠળ વિકાસ યોજનાની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જેથી હવે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વિકાસને વેગ મળશે. અને રીયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જોવા મળશે. કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્તાને ગત 8 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અવકુડાની બોર્ડ બેઠકમાં અગામી સમયની વસ્તીને ધ્યાને રાખીને ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોય બેઠકમાં તમામ મુદ્દાની ચર્ચાઓ પૂર્ણ કરીને ડેવલોપમેન્ટ પ્લાનની દરખાસ્ત કરવામાં આવી હતી. જેની ગેજેટમાં અધીસુચના પ્રસિદ્ધ કરવામાં આવતા અધિકારી કક્ષાએથી ડીપીની કામગીરી પૂર્ણ કરાઇ છે. જો કે આ ડીપી ફાઇનલ બની રહેશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

