Anand: કંસારીમાં ઉદ્યોગો પાપ છાપરે ચડીને પોકાર્યું, તળાવમાં ઝેરી કેમિકલ છોડાતા તમામ માછલીઓનો મોત

Jul 5, 2026 - 19:00
Anand: કંસારીમાં ઉદ્યોગો પાપ છાપરે ચડીને પોકાર્યું, તળાવમાં ઝેરી કેમિકલ છોડાતા તમામ માછલીઓનો મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખંભાત પંથકમાં આવેલા કંસારી ગામમાં પ્રદૂષણ માફિયાઓએ આખા ગામની આજીવિકા અને વિકાસ પર પાણી ફેરવી દીધું છે. કંસારી ગામનું સરકારી તળાવ, જે ગ્રામ પંચાયત દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે ઇજારા (પટ્ટા) પર આપવામાં આવ્યું હતું, તે આજે કેમિકલના પ્રવાહીને કારણે મડદાંઘરમાં ફેરવાઈ ગયું છે. તળાવમાં રહેલી એકેએક માછલી ઝેરી કેમિકલના કારણે મરી પરવારી છે અને હાલ તળાવના કિનારે મૃત માછલીઓના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે, જેને પગલે સમગ્ર પંથકની પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

પંચાયતની વિકાસ આવકને લાગ્યું મોટું ગ્રહણ

આ તળાવમાંથી થતી મત્સ્ય ઉદ્યોગની આવક કંસારી ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટેનો મુખ્ય સ્ત્રોત હતો. ઇજારા હેઠળ ચાલતા આ ઉદ્યોગમાંથી પંચાયતને દર વર્ષે મોટી આવક થતી હતી, જેનાથી ગામમાં રોડ, લાઈટ અને પાણીની સુવિધાઓ ઊભી કરવામાં આવતી હતી. જોકે, તમામ માછલીઓ એકસાથે મરી જતાં ઇજારાદારને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે અને મત્સ્ય ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઈ જતાં ગ્રામ પંચાયતની વિકાસ આવકને પણ બહુ મોટો ફટકો પડ્યો છે.

વરસાદ પડતા જ શરૂ થાય છે પાપનો ખેલ, GPCB મૌન

સ્થાનિક આગેવાનો અને સરપંચના જણાવ્યા મુજબ, આ કોઈ અકસ્માત નથી પરંતુ સુનિયોજિત કૌભાંડ છે. છેલ્લા ત્રણ વર્ષથી આ પેટર્ન ચાલી રહી છે કે ચોમાસામાં જેવો ભારે વરસાદ પડે એટલે જીઆઈડીસી (GIDC)ની રાસાયણિક કંપનીઓ પોતાના પ્લાન્ટનું એસિડ અને કેમિકલયુક્ત ગંદુ પાણી ચોરીછૂપીથી આ તળાવમાં વહાવી દે છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ રહી છે. અધિકારીઓ દર વખતે માત્ર સેમ્પલ લઈને સંતોષ માને છે, પરંતુ ક્યારેય તેનો ઓફિશિયલ લેબોરેટરી રિપોર્ટ જાહેર કરતા નથી કે કંપનીઓ સામે પગલાં લેતા નથી.

સરપંચની કડક રજૂઆત અને આંદોલનની ચીમકી

સ્થિતિની ગંભીરતાને જોતા કંસારી ગામના સરપંચે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિતમાં સત્તાવાર ફરિયાદ સુપ્રત કરી છે. સરપંચે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તળાવના પાણીની તપાસ કરી પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ શોધી કાઢવામાં આવે, તેમના લાયસન્સ રદ થાય અને ગ્રામ પંચાયત તેમજ ઇજારાદારને થયેલા લાખોના નુકસાનનું વળતર આ કંપનીઓ પાસેથી વસૂલવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કડક પગલાં નહીં લેવાય, તો આખો આણંદ જિલ્લો ગજવવાની ચીમકી ગ્રામજનોએ આપી છે.

આ પણ વાંચો: Chotila: ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0