Anand: ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક જાણ કરી દેવાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચરોતરની મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઉમેદવારીપત્ર ભરવાના માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે બળવો થવાની ભીતીએ ફાઇનલ મનાતા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ઉમેદવારી પત્રક ભરવા માટે નોડયુ, પોલીસ ક્લિયરીંગ અને સરકારી લેણું ભરપાઇ કરી પૂર્વ તૈયારીઓ કરી દેવા માટે ગુપ્ત જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક એક બેઠક ઉપર 5 થી 10 દાવેદારો હોવાના કારણે Partyના નેતાઓ પણ મુંઝવાયા છે. જેથી સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારોને સીધો ટેલિફોનિક સંપર્ક કરીને ફોર્મ ભરવાની તૈયારીઓ કરી દેવા માટે સંકેત આપવામાં આવ્યા છે. જેથી જેને ટિકીટ નથી મળી તેવા દાવેદારોમાં અસંતોષ અને બળવો ન થાય તે માટે યાદી જાહેર કરતા પહેલા જ નવી સ્ટેટર્જી અપનાવીને ચૂંટણી જીતવા તખ્તો ઘડયો છે. ભાજપ અને કોંગ્રેસમાં દરેક મત વિસ્તાર કે વોર્ડ વિસ્તારોમાં કેટલાક મજબુત ગણાતા દાવેદારોએ મતદાર યાદી પણ મેળવીને તૈયારીઓ કરી દીધી છે. જ્યારે બીજી તરફ જેટલા દાવેદારોએ ટિકીટની માંગણી કરી હતી. તે પૈકી મોટા ભાગના ચૂંટણી લડવા ઇચ્છુકોએ પોલીસ ક્લિયરીંગ સર્ટિફીકેટની પણ માંગણી કરી દીધી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

