Anand: આણંદ તા.પં.ની 30, જિ.પં.ની 8 બેઠકોની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ તાલુકા પંચાયતની 30 બેઠકો અને જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે 37 ગામડાઓમાં ચૂંટણીજંગ જામશે. જેમાં આણંદ તાલુકામાં સમાવિષ્ટ ચિખોદરા, હાડગુડ, ખંભોળજ, નાપાડ વાંટા, સામરખા, સારસા, વલાસણ, વાસદની જિલ્લા પંચાયતની બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગતટર્મ 2021 માં કુલ 34 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો મેળવી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 9 બેઠકો જ મળી હતી. જો કે ગામડી, જીટોડિયા, લાંભવેલ અને મોગરીનો મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવતા 4 બેઠકોનો ઘટાડો થયો છે. એક સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાઇ રહેલી ચૂંટણીમાં ભારે રસાકસી જામશે. જેથી ઉનાળાની ગરમીમાં પણ રાજકીય ગરમાવો વ્યાપશે. આણંદ તાલુકામાં 30 બેઠકો માટે মতદારોને રીઝવવા ઉમેદવારો એડી-ચોટીનું જોર લગાવશે. ગ્રામ્ય વિસ્તારની બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે. કોંગ્રેસે ઉમેદવારની યાદી જાહેર કરવાના બદલે સીધા મેન્ડેડ આપી ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ કરી છે. તાલુકા પંચાયતના 2,08,516 મતદારો સુધી પહોંચવા માટે અને વાયદા અને વચનોની લ્હાણીની મોસમ ઉમેદવારીપત્ર પરત ખેંચાયા બાદ 15 મી એપ્રિલ પછી રાજકીય પ્રચાર વેગ પકડશે. કૃષી અને પશુપાલન વ્યવસાય ઉપર નિર્ભર તાલુકાના મતદારોના આજે અનેક વિસ્તારોમાં પાયાની સુવિદ્યાઓ સ્ટ્રીટ લાઇટ, રોડ, સ્વચ્છતા, ગટર સહિતની સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. બન્ને પક્ષો અને અપક્ષો મતદારોને રીઝવીને પાંચ વર્ષ સત્તા ગ્રહણ કર્યા બાદ ક્યાંરેય પણ મતવિસ્તારની મુલાકાતે આવતા ન હોવાની કેટલાક મતદારોની ઉગ્ર રજુઆત છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

