Anand: અમૂલ રોડ ઉપર સહયોગ હોટલ સીલ કરાઈ

Sep 21, 2025 - 06:30
Anand: અમૂલ રોડ ઉપર સહયોગ હોટલ સીલ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સહિત મેડિકલ ઓફ્સિર ઓફ્ હેલ્થ, તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા આણંદના અમુલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો છે ખાવાની વસ્તુઓ તૈયાર કરીને પ્લાસ્ટિકની ડોલમાં મૂકેલી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થ ફ્રીઝમાં ખુલ્લો જોવા મળ્યો હતો અને ગંદકી જોવા મળતા આ હોટલની સીલ કરવામાં આવી છે. હોટલ સહયોગ ખાતે તપાસ દરમિયાન હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376 એ અંતર્ગત સીલ કરવામાં આવી હોવાનું જણાવાયુ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચિખોદરા ચોકડી પાસે આવેલા ગેલોપ્સ ફુડ પ્લાઝા ખાતે પણ સ્વચ્છતા બાબતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગંદકી જોવા મળતા અને સ્વચ્છતા બિલકુલ ન હોય વેલકમને રૂપિયા 12000, હોકોને 3,000, પોપટોશને 1,000, ખીચડીને રૂપિયા 15000, પરાઠાને રૂપિયા 5000, ગેલોપ્સ રેસ્ટોરન્ટને રૂપિયા 5000 અને જગદીશ ફરસાણને ત્યાંથી એક્સપાયર તારીખનું ખાદ્ય પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું તેથી 10,000 મળીને મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કુલ 16,000, આરોગ્ય વિભાગ દ્વારા કુલ રૂપિયા 30,000 અને મેલેરિયા વિભાગ દ્વારા કુલ રૂપિયા 5000 મળીને કુલ 51,000નો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0