Anandમાં હાઈવે પર 5 વર્ષીય બાળકને રઝળતું મૂકી માતા-પિતા ફરાર થયા !

આણંદનાં મોગર નજીક એકસપ્રેસ હાઈવે પર પાંચ વર્ષનાં માસુમ બાળકને તેનાં માતા પિતા ત્યજીને જતા રહ્યાં હોવાની વાત સામે આવી છે તેમજ બાળકને લાકડી વડે માર મારવાનાં કારણે બન્ને પગનાં ભાગે માઈનોર ફ્રેકચર થયેલ છે,બાળકને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યું છે.વાસદ પોલીસે વધુ તપાસ હાથધરી છે અને હાઈવે પરના સીસીટીવીની પણ ચેક કર્યાછે. એકસપ્રેસ હાઈવે પરથી મળી આવ્યું બાળક આણંદના મોગર નજીક એકસપ્રેસ હાઈવે પર બપોરનાં અઢીથી ત્રણ વાગ્યાનાં સુમારે એક પાંચ વર્ષનું બાળક ઘુંટળીયે પડેલું હતુ તે સમય દરમિયાન કોઈ વાહનચાલકે બાળકને જોતા તેણે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો તો બાળક જરા પણ ચાલી શકતું ન હતુ,ત્યારે બાળકને પગના ભાગે એકસ-રે કઢાવતા ખબર પડી કે,બાળકના બન્ને ભાગે ફેકચર થયું છે,ત્યારે હાલમાં તેને હોસ્પિટલમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે. માતા-પિતાએ બાળકને કારમાંથી ઉતાર્યો ! ઘટનાની જાણ થતા વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કનૈયા અને પિતાનું નામ ઉદય અને માતાનું નામ લક્ષ્મી જણાવ્યું હતું અને પોતે અમદાવાદમાં રહેતો હોવાનું જણાવ્યું હતુ,વધુમાં તેણે કહ્યું કે તેનાં માતા પિતાએ તેને લાકડીઓ વડે માર મારીને હાઈવે પર કારમાંથી ઉતારીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું,બાળક હિન્દીમાં વાતચીત કરતો હોવાથી તે પરપ્રાંતિય હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પોલીસે સીસીટીવી કેમેરાની લીધી મદદ હાલ તો હોસ્પિટલમાં તબીબે માસુમ બાળકનાં બન્ને પગે પ્લાસ્ટર મારી તેની સારવાર હાથધરી છે,તેમજ પોલીસ દ્વારા એકસપ્રેસ હાઈવેનાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજની તપાસ હાથધરી બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા પિતાની તપાસ હાથધરી છે.  

Anandમાં હાઈવે પર 5 વર્ષીય બાળકને રઝળતું મૂકી માતા-પિતા ફરાર થયા !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદનાં મોગર નજીક એકસપ્રેસ હાઈવે પર પાંચ વર્ષનાં માસુમ બાળકને તેનાં માતા પિતા ત્યજીને જતા રહ્યાં હોવાની વાત સામે આવી છે તેમજ બાળકને લાકડી વડે માર મારવાનાં કારણે બન્ને પગનાં ભાગે માઈનોર ફ્રેકચર થયેલ છે,બાળકને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યું છે.વાસદ પોલીસે વધુ તપાસ હાથધરી છે અને હાઈવે પરના સીસીટીવીની પણ ચેક કર્યાછે.

એકસપ્રેસ હાઈવે પરથી મળી આવ્યું બાળક

આણંદના મોગર નજીક એકસપ્રેસ હાઈવે પર બપોરનાં અઢીથી ત્રણ વાગ્યાનાં સુમારે એક પાંચ વર્ષનું બાળક ઘુંટળીયે પડેલું હતુ તે સમય દરમિયાન કોઈ વાહનચાલકે બાળકને જોતા તેણે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો તો બાળક જરા પણ ચાલી શકતું ન હતુ,ત્યારે બાળકને પગના ભાગે એકસ-રે કઢાવતા ખબર પડી કે,બાળકના બન્ને ભાગે ફેકચર થયું છે,ત્યારે હાલમાં તેને હોસ્પિટલમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે.

માતા-પિતાએ બાળકને કારમાંથી ઉતાર્યો !

ઘટનાની જાણ થતા વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કનૈયા અને પિતાનું નામ ઉદય અને માતાનું નામ લક્ષ્મી જણાવ્યું હતું અને પોતે અમદાવાદમાં રહેતો હોવાનું જણાવ્યું હતુ,વધુમાં તેણે કહ્યું કે તેનાં માતા પિતાએ તેને લાકડીઓ વડે માર મારીને હાઈવે પર કારમાંથી ઉતારીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું,બાળક હિન્દીમાં વાતચીત કરતો હોવાથી તે પરપ્રાંતિય હોવાનું અનુમાન થઈ રહ્યું છે.

પોલીસે સીસીટીવી કેમેરાની લીધી મદદ

હાલ તો હોસ્પિટલમાં તબીબે માસુમ બાળકનાં બન્ને પગે પ્લાસ્ટર મારી તેની સારવાર હાથધરી છે,તેમજ પોલીસ દ્વારા એકસપ્રેસ હાઈવેનાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજની તપાસ હાથધરી બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા પિતાની તપાસ હાથધરી છે.