Anandમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા કરી અપીલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 16 એપ્રિલે આણંદમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શાળા નંબર 13ના વિદ્યાર્થીઓ દ્વારા આજે માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ અપીલ કરી હતી.
લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી
આ માનવ સાંકળ તે માત્ર હાથોની સાંકળ નથી, પરંતુ લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી છે તેમ ચૂંટણી અધિકારી મેહુલ પટેલે જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી, પણ આપણા શહેરના ભવિષ્યને બનાવવાનો એક ઉત્સવ છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ભલે તમે આજે વોટ આપી શકતા નથી પણ તમારી આ પહેલ મતદારોને મત આપવા પ્રેરાય તે માટે યાદ કરાવશે.
શું કહ્યું ચૂંટણી અધિકારીએ?
તમારી એક અપીલ અનેક પરિવારોને મતદાન મથક સુધી ખેંચી લાવશે. હું ચૂંટણી અધિકારી તરીકે તમામ વાલીઓ અને નગરજનોને વિનંતી કરું છું કે, આ બાળકોના ઉત્સાહને માન આપીને આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાના ચૂંટણીમાં અચૂક મતદાન કરો. તમારો એક વોટ એ વિકસિત મહાનગરપાલિકાનો પાયો છે. આપણે સાથે મળીને આ લોકશાહીના પર્વને સફળ બનાવીએ તેમ ચૂંટણી અધિકારીએ મતદારોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો : Local Body Elections 2026: બળવો કરનારા સામે વડોદરા ભાજપની મોટી કાર્યવાહી, 11 દિગ્ગજ હોદ્દેદારોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

