Anandમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડની હિરક જયંતીની ઉજવણી, અમિત શાહ રહ્યા હાજર

આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડનાં હિરક જયંતી વર્ષ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે આણંદ એનડીડીબી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે NDDBના કાર્યક્રમમાં આપી હાજરી એનડીડીબી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું એનડીડીબીનાં ચેરમેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનાં હસ્તે આણંદમાં એન.ડી.ડી.બી.ની ઓફિસની નવી ઇમારત, વડોદરાના ઇટોલામાં મધર ડેરીનો ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને નરેલા, દિલ્હીમાં IDMC લિમિટેડના પોલિફિલ્મ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા સાથે મધર ડેરીના ગીર ઘી અને ઉત્તરાખંડ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના બદ્રી ઘી નું લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિવિધ ખેડૂતલક્ષી જન કલ્યાણકારી યોજનાઓના લાભોના ચેકનું વિતરણ કર્યું હતું.ત્રિભુવનદાસે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છેઃ અમિત શાહ સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રિભુવનદાસ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા સહકારીતા આંદોલનથી ગુજરાતમાં સહકારીતાનો શુભારંભ થયો હતો. સહકાર ક્ષેત્રના ઉદ્દભવના 70 વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારીતાને રાષ્ટ્રીય ફલક ઉપર વેગ આપવાનું કાર્ય કર્યું છે. ત્રિભુવનદાસે રોપેલું સહકાર ક્ષેત્રનું બીજ આજે દેશના કરોડો લોકોને સહકારિતા સાથે જોડતું વટવૃક્ષ બન્યું છે. સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ અમિત શાહએ કહ્યું હતું કે, ત્રિભુવનદાસ પટેલ એવું કર્મઠ વ્યક્તિત્વ હતું. જેની વ્યાખ્યા થઈ શકે તેમ નથી. પોલસન ડેરીએ અન્યાય ના કર્યો હોત તો આજે અમૂલ ના હોત. અમૂલના પાયામાં ત્રિભૂવનદાસ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે. ત્રિભુવનદાસ પટેલે ‘સ્વ’ને ઓગાળીને ગરીબો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ માટે જે કામ કર્યું તેના પરિણામે દેશના પાંચ કરોડ પશુપાલકો આજે સુખ-ચેનની જીંદગી જીવી રહ્યા છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે, પશુપાલન અને ડેરી ક્ષેત્રને સંગઠિત કરવા માટે એન.ડી.ડી.બી. સંકલ્પબધ્ધ છે. એન.ડી.ડી.બી. જેવા સંગઠિત ક્ષેત્રો દ્વારા દેશમાં વપરાશકર્તાઓને ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ દૂધ મળી રહ્યુ છે. જે સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે. દુધમાં મિલાવટ કરનારા સામે કાર્યવાહી થવી જોઈએ આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી રાજીવ રંજનએ કહ્યું હતું કે, સૌથી વધુ મિલાવટ દૂધમા થાય છે જેને લઈ સ્વાસ્થ્યને ગંભીર અસર થતી હોય છે. દિલ્લીમાં પનીર ખવાય તેમ નથી તેમા મિલાવટ થાય છે. દિવસે પનીર ખાઓ તો રાત્રે તબિયત ખરાબ થઈ જાય આવા મિલાવટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

Anandમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડની હિરક જયંતીની ઉજવણી, અમિત શાહ રહ્યા હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડનાં હિરક જયંતી વર્ષ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે આણંદ એનડીડીબી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે NDDBના કાર્યક્રમમાં આપી હાજરી

એનડીડીબી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું એનડીડીબીનાં ચેરમેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનાં હસ્તે આણંદમાં એન.ડી.ડી.બી.ની ઓફિસની નવી ઇમારત, વડોદરાના ઇટોલામાં મધર ડેરીનો ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને નરેલા, દિલ્હીમાં IDMC લિમિટેડના પોલિફિલ્મ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા સાથે મધર ડેરીના ગીર ઘી અને ઉત્તરાખંડ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના બદ્રી ઘી નું લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિવિધ ખેડૂતલક્ષી જન કલ્યાણકારી યોજનાઓના લાભોના ચેકનું વિતરણ કર્યું હતું.

ત્રિભુવનદાસે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છેઃ અમિત શાહ

સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રિભુવનદાસ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા સહકારીતા આંદોલનથી ગુજરાતમાં સહકારીતાનો શુભારંભ થયો હતો. સહકાર ક્ષેત્રના ઉદ્દભવના 70 વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારીતાને રાષ્ટ્રીય ફલક ઉપર વેગ આપવાનું કાર્ય કર્યું છે. ત્રિભુવનદાસે રોપેલું સહકાર ક્ષેત્રનું બીજ આજે દેશના કરોડો લોકોને સહકારિતા સાથે જોડતું વટવૃક્ષ બન્યું છે.

સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ

અમિત શાહએ કહ્યું હતું કે, ત્રિભુવનદાસ પટેલ એવું કર્મઠ વ્યક્તિત્વ હતું. જેની વ્યાખ્યા થઈ શકે તેમ નથી. પોલસન ડેરીએ અન્યાય ના કર્યો હોત તો આજે અમૂલ ના હોત. અમૂલના પાયામાં ત્રિભૂવનદાસ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે. ત્રિભુવનદાસ પટેલે ‘સ્વ’ને ઓગાળીને ગરીબો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ માટે જે કામ કર્યું તેના પરિણામે દેશના પાંચ કરોડ પશુપાલકો આજે સુખ-ચેનની જીંદગી જીવી રહ્યા છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે, પશુપાલન અને ડેરી ક્ષેત્રને સંગઠિત કરવા માટે એન.ડી.ડી.બી. સંકલ્પબધ્ધ છે. એન.ડી.ડી.બી. જેવા સંગઠિત ક્ષેત્રો દ્વારા દેશમાં વપરાશકર્તાઓને ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ દૂધ મળી રહ્યુ છે. જે સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે.

દુધમાં મિલાવટ કરનારા સામે કાર્યવાહી થવી જોઈએ

આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી રાજીવ રંજનએ કહ્યું હતું કે, સૌથી વધુ મિલાવટ દૂધમા થાય છે જેને લઈ સ્વાસ્થ્યને ગંભીર અસર થતી હોય છે. દિલ્લીમાં પનીર ખવાય તેમ નથી તેમા મિલાવટ થાય છે. દિવસે પનીર ખાઓ તો રાત્રે તબિયત ખરાબ થઈ જાય આવા મિલાવટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.