AMTS Budget 2025 : AMCએ બસને લઈ 705 કરોડનું બજેટ મંજૂર કર્યુ
અમદાવાદ મ્યુ.કોર્પોરેશને AMTS બસને લઈ 705 કરોડનું બજેટ મંજૂર કર્યું છે,જેમા આગામી વર્ષમાં 445 નવી એસી બસનો ઉમેરો કરવામાં આવશે સાથે સાથે 4 નવી ડબલ ડેકર બસનો પણ થશે ઉમેરો તો વિધવા બહેનોને ટિકિટમાં 50 ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે અને 10 ધોરણ બાદ વિદ્યાર્થીઓને 85 ટકા ટિકિટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.મોટાભાગના વિભાગોના પ્રોજેક્ટ, ખર્ચ- આવકના અંદાજો તૈયાર કરવામાં આવ્યા છે. 2025ના વર્ષના અંતે AMCની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિવત છે. જો AMC કમિશનર એમ. થેન્નારસન દ્વારા નવા કરવેરા લાદવામાં આવે તો BJPના હોદ્દેદારો દ્વારા નવા કરવેરાને મંજૂર કરવાનું ટાળશે. આમ, આગામી વર્ષના બજેટમાં શહેરીજનો પર નવો કરબોજ લદાવાની શક્યતા ન હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલ નવી જંત્રી તા. 1 એપ્રિલ, 2025 પછી અમલમાં આવનાર હોવાથી પ્રોપર્ટી ટેક્સમાં વધારો થવાની શક્યતા નથી. પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ અને કામગીરી પર ભાર મૂકવામાં આવશે AMCમાં ચૂંટાયેલી પાંખનું છેલ્લું બજેટ હોવાથી અને આગામી વર્ષે ચૂંટણી યોજાનાર હોવાથી શાસક પક્ષ દ્વારા કરવેરા રહિત બજેટ આપવાનું અને પ્રજાલક્ષી કામોની જાહેરાતો કરાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2,070ના વર્ષ સુધી 'નેટ ઝીરો એમીશન'ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે AMC દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ અને કામગીરી પર ભાર મૂકવા સાથે બજેટ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. એએમસી શાળા સંચાલિત સ્કૂલ બોર્ડનું બજેટ પણ મંજૂર અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી ડો.એલ. ડી. દેસાઈએ રજૂ કર્યું હતું. સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી સહિત ભાષાઓની નવી 12 શાળાઓ બનાવવામાં આવશે. બજેટની 91 એટલે કે રૂ. 1042 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થી વિકાસ/શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 6.78 ટકા એટલે કે 77.50 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર 2.05 કરોડ એટલે કે 23.44 કરોડ ખર્ચ થશે.મનપા દ્વારા એમજે લાઇબ્રેરી માટે 22 કરોડ 76 લાખનું બજેટ મંજૂર લાઈબ્રેરીને એસી બનાવવામાં આવશે તેના માટે 1.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને રીનોવેશન માટે 75 લાખ ફાળવવામાં આવ્યા છે.વાઈ ફાઇ કનેક્ટિવિટી માટે 15 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.કેન્ટિન બનાવવા 10 લાખ રૂપિયા ફળવાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુ.કોર્પોરેશને AMTS બસને લઈ 705 કરોડનું બજેટ મંજૂર કર્યું છે,જેમા આગામી વર્ષમાં 445 નવી એસી બસનો ઉમેરો કરવામાં આવશે સાથે સાથે 4 નવી ડબલ ડેકર બસનો પણ થશે ઉમેરો તો વિધવા બહેનોને ટિકિટમાં 50 ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે અને 10 ધોરણ બાદ વિદ્યાર્થીઓને 85 ટકા ટિકિટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.
મોટાભાગના વિભાગોના પ્રોજેક્ટ, ખર્ચ- આવકના અંદાજો તૈયાર કરવામાં આવ્યા છે.
2025ના વર્ષના અંતે AMCની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિવત છે. જો AMC કમિશનર એમ. થેન્નારસન દ્વારા નવા કરવેરા લાદવામાં આવે તો BJPના હોદ્દેદારો દ્વારા નવા કરવેરાને મંજૂર કરવાનું ટાળશે. આમ, આગામી વર્ષના બજેટમાં શહેરીજનો પર નવો કરબોજ લદાવાની શક્યતા ન હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલ નવી જંત્રી તા. 1 એપ્રિલ, 2025 પછી અમલમાં આવનાર હોવાથી પ્રોપર્ટી ટેક્સમાં વધારો થવાની શક્યતા નથી.
પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ અને કામગીરી પર ભાર મૂકવામાં આવશે
AMCમાં ચૂંટાયેલી પાંખનું છેલ્લું બજેટ હોવાથી અને આગામી વર્ષે ચૂંટણી યોજાનાર હોવાથી શાસક પક્ષ દ્વારા કરવેરા રહિત બજેટ આપવાનું અને પ્રજાલક્ષી કામોની જાહેરાતો કરાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2,070ના વર્ષ સુધી 'નેટ ઝીરો એમીશન'ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે AMC દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ અને કામગીરી પર ભાર મૂકવા સાથે બજેટ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે.
એએમસી શાળા સંચાલિત સ્કૂલ બોર્ડનું બજેટ પણ મંજૂર
અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી ડો.એલ. ડી. દેસાઈએ રજૂ કર્યું હતું. સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી સહિત ભાષાઓની નવી 12 શાળાઓ બનાવવામાં આવશે. બજેટની 91 એટલે કે રૂ. 1042 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થી વિકાસ/શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 6.78 ટકા એટલે કે 77.50 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર 2.05 કરોડ એટલે કે 23.44 કરોડ ખર્ચ થશે.
મનપા દ્વારા એમજે લાઇબ્રેરી માટે 22 કરોડ 76 લાખનું બજેટ મંજૂર
લાઈબ્રેરીને એસી બનાવવામાં આવશે તેના માટે 1.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને રીનોવેશન માટે 75 લાખ ફાળવવામાં આવ્યા છે.વાઈ ફાઇ કનેક્ટિવિટી માટે 15 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.કેન્ટિન બનાવવા 10 લાખ રૂપિયા ફળવાયા છે.