Amreli : સાવરકુંડલામાં ભરવાડ સમાજના પરંપરાગત પોશાકમાં રાસ ગરબા, 40 વર્ષથી યુવાનો બોલાવે છે રાસની રમઝટ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાવરકુંડલા શહેરના ગોંદરા વિસ્તારમાં ભરવાડના યુવાનો છેલ્લા 40 વર્ષથી રાસ ગરબા લે છે માતાજી ની ગરબી પધરાવી તબલા મંજીરા અને ગરબા ગવડાવીને તેમના તાલ ઉપર ભરવાડના યુવાનો જુમી ઉઠે છે. આ રાસ મંડળી નું નામ છે શ્રીકૃષ્ણ રાસ મંડળ છેલ્લા 40 વર્ષથી એટલે કે બે પેઢી થી પિતા અને પુત્ર અને પૌત્ર સાથે ગરબી લેતા જોવા મળે છે. આ ઉપરાંત રાધા અને કૃષ્ણને પણ શણગાર સજાવીને આ શ્રીકૃષ્ણ રાસ મંડળ ગરબે રમે છે ગોંદરા વિસ્તારમાં સ્થાનિક અને બહારના બહુ જ લોકો આ રાસ મંડળી જોવા આવે છે ભરવાડ સમાજનો તો ચોરણી કેડિયું અને રંગબેરંગી ભેટ બાંધીને રાસ ગરબા લેવામાં આવે છે.
પારંપરિક પહેરવેશ ગરબાની રમઝટ
ગાયોના ગોવાળિયા શ્રીકૃષ્ણ રાસ મંડળમાં પોતાનો જ પારંપરિક પહેરવેશ પહેરીને જ્યારે એ ઝુમતા હોય છે ત્યારે એક અનોખો આનંદ અને અદા જોવા મળે છે અને એમાંય આ ઝુમતા ગોવાળિયાઓને જોવા અનેક લોકો જ્યારે દૂર દૂરથી આવે છે ત્યારે એમના ઉત્સાહમાં અનોખો વધારો થાય છે અને એટલે જ આ ગોવાળિયાઓએ નામ રાખ્યું છે શ્રીકૃષ્ણ રાસ મંડળ આ રાસ મંડળમાં કૃષ્ણ અને રાધાજીને પણ સુંદર મજાનો પહેરવેશ પહેરાવી સાથે રાસલીલા રમી રહ્યા છે. રાધાકૃષ્ણના ખાસ ઓરીજનલ પહેરવેશ સાથે રાસલીલાના આ અલૌકિક દ્રશ્યો ને જોવા એ એક અનેરો લાવવો છે. અને આ દ્રશ્ય આ ઉત્સાહ માત્ર સાવરકુંડલાના ગોધરા વિસ્તારમાં રહેતા ભરવાડ ભાઈઓ જ બતાવી શકે.
What's Your Reaction?






