Amreli : સાવરકુંડલાની કે.કે.હોસ્પિટલમાં સગર્ભા બહેનોને ભારે હાલાકી, સોનોગ્રાફી કરવાવાળું જ કોઇ નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના સાવરકુંડલાની હોસ્પિટલમાં ગંભીર બેદરકારી બહાર આવી છે. સાવરકુંડલાની કે.કે.હોસ્પિટલમાં સગર્ભા બહેનોને ભારે હાલાકી પડી રહી છે. સોનોગ્રાફી વિભાગના દરવાજા બંધ જોવા મળતા સોનોગ્રાફી માટે આવેલી બહેનો કલાકો સુધી રાહ જોતી રહી હતી. સવારે 8 વાગ્યે હોસ્પિટલ આવેલી બહેનો બપોરે 1 વાગ્યા સુધી રઝળી હતી જેથી બહેનો અને તેમનાપરિવારજનો હેરાન થયા હતા. કર્મચારીઓ અનિયમિત આવતા હોવાનો આક્ષેપ પણ બહેનોએ કર્યા હતા. બીજી તરફ હોસ્પિટલના RMOએ પણ બેદરકારીની વાત સ્વીકારી હતી અને સોનોગ્રાફી માટેના કર્મચારી ડેપ્યુટેશન પર હોવાનું રટણ કર્યું હતું.
કે કે હોસ્પિટલની ઘોર બેદરકારી
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા સરકારી હોસ્પિટલ બીજા નંબરની કે કે હોસ્પિટલ છે અને હોસ્પિટલ ની અંદર 50 જેટલી સગર્ભા મહિલાઓ સવારના આઠ વાગ્યાથી સોનોગ્રાફી કરાવવા આવી હતી પરંતુ બપોરના 1 વાગ્યા સુધી તેમનું સોનોગ્રાફીનું કામ શરૂ જ થયું નથી
સવારે 8 વાગ્યાથી બહેનો બેસી રહી
સાવરકુંડલાની કે કે હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે જેમાં સાવરકુંડલા શહેર અને આસપાસના ગામડાઓની 50 જેટલી સગર્ભા મહિલાઓ સોનોગ્રાફી કરાવવા આવી છે. દુર્ભાગ્યવશ સોનોગ્રાફી વિભાગ ના દરવાજા બંધ છે. ચારથી પાંચ કલાક સુધી આ બહેનો ભૂખ અને તરસ સહન કરીનો સોનોગ્રાફી કરવાની રાહ જોઇને બેસી રહી હતી પણ બપોરે 1 વાગ્યા સુધી સોનોગ્રાફી કરવાવાળું કોઈ ફરક્યું જ ન હતું હોસ્પિટલના RMOએ પણ બેદરકારીની વાત સ્વીકારી
આ સગર્ભા મહિલાઓની વેદનાઓને સાંભળી સંદેશ ન્યુઝ ની ટીમે હોસ્પિટલના અધિક્ષક કાર્યાલયનો સંપર્ક કર્યો તો અધિક્ષકનું કાર્યાલય પણ તાળા મારેલા જોવા મળ્યા હતા જેથી આરએમઓ ઓફિસમાં જઈને તપાસ કરી તો આરએમઓ અધિકારીએ હોસ્પિટલમાં આવતા સોનોગ્રાફી કરવાવાળા મેડમ બહારગામ થી આવે છે અને ડેપ્યુટેશન ઉપર જ છે એટલે અનિયમિત આવે છે અને બેદરકારી તો છે જ તેવું તેમણે પણ કબુલ કર્યું હતું સગર્ભા મહિલાઓ ની હોસ્પિટલ સત્તાવાળાઓએ કોઈએ જ દરકાર કરી ન હતી
50 જેટલી સગર્ભા મહિલાઓ ની હોસ્પિટલ સત્તાવાળાઓએ કોઈએ જ દરકાર કરી ન હતી અને યોગ્ય જવાબ પણ આપ્યો ન હતો.આવી ઘોર બેદરકારી આ હોસ્પિટલમાં ચાલતી હોય તો જવાબદાર માટે ચોક્કસ પગલાં ભરવા જોઈએ ત્યારે હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ સત્તાવાળાઓ આનો જવાબ અને ખુલાસો માગશે અથવા તો પગલા ભરશે તે તો આવનારો સમય જ બતાવશે
What's Your Reaction?






