Amreli: મગફળી જોઈને પુરૂષોત્તમ રૂપાલા બોલી ઉઠ્યા, બાયટિંગનો માલ ?
આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, ત્યારે આજે અમરેલી જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.આ તો બાઈટિંગનો માલ છે: પુરૂષોત્તમ રૂપાલા આ દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે મગફળી ખરીદી કરી અને વેચવી નહીં અને તેનું તેલ કાઢી અને વેચવું, આ ઉપરાંત અમરેલી જિલ્લાની તમામ મંડળીઓને પણ ટકોર કરી કે તમે પણ મગફળી ખરીદી કરી અને તેલ કાઢો આ એક અમરેલી જિલ્લા માટે નવો પ્રયોગ કરવા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જો કે મગફળી જોઈને પુરૂષોત્તમ રૂપાલા પોતાને રોકી શક્યા નહતા અને બોલી ઉઠ્યા હતા કે આ તો બાયટિંગનો માલ છે? અને આસપાસમાં ઉભા રહેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. 900થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને હાલમાં મળ્યા અમરેલી જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી શરૂ થાય તે પહેલા પૈસાની જરૂરિયાતવાળા અને મજબૂર ખેડૂતોએ ઓછા ભાવે મગફળી વેચીને મોટી નુકસાની પણ ભોગવી છે. 900થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને હાલમાં મળ્યા છે અને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂ થઈ છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને તેમને ટેકાના ભાવથી સંતોષ છે. 900 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેચાણ માટે આવ્યા લાભ પાંચમ બાદ માર્કેટ યાર્ડમાં બીજીવાર મગફળીની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ રહી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે 900 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા અને હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. સવારથી મગફળીની હરાજી શરુ થતા મગફળીના 900થી લઈ 2200 સુધી ઊંચા બોલાયા હતા. આથી ખેડૂતોને સારા ભાવ મળતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બીજી બાજુ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની ઐતિહાસિક આવક એટલે કે 75થી 80 હજાર ગુણી નોંધાઈ છે. જેને કારણે યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં મગફળી જ દેખાઈ રહી છે. હાલ મગફળીની આવક નવી જાહેરાત ના થાય ત્યાં સુધી યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, ત્યારે આજે અમરેલી જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
આ તો બાઈટિંગનો માલ છે: પુરૂષોત્તમ રૂપાલા
આ દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે મગફળી ખરીદી કરી અને વેચવી નહીં અને તેનું તેલ કાઢી અને વેચવું, આ ઉપરાંત અમરેલી જિલ્લાની તમામ મંડળીઓને પણ ટકોર કરી કે તમે પણ મગફળી ખરીદી કરી અને તેલ કાઢો આ એક અમરેલી જિલ્લા માટે નવો પ્રયોગ કરવા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જો કે મગફળી જોઈને પુરૂષોત્તમ રૂપાલા પોતાને રોકી શક્યા નહતા અને બોલી ઉઠ્યા હતા કે આ તો બાયટિંગનો માલ છે? અને આસપાસમાં ઉભા રહેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
900થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને હાલમાં મળ્યા
અમરેલી જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી શરૂ થાય તે પહેલા પૈસાની જરૂરિયાતવાળા અને મજબૂર ખેડૂતોએ ઓછા ભાવે મગફળી વેચીને મોટી નુકસાની પણ ભોગવી છે. 900થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને હાલમાં મળ્યા છે અને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂ થઈ છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને તેમને ટેકાના ભાવથી સંતોષ છે.
900 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેચાણ માટે આવ્યા
લાભ પાંચમ બાદ માર્કેટ યાર્ડમાં બીજીવાર મગફળીની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ રહી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે 900 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા અને હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. સવારથી મગફળીની હરાજી શરુ થતા મગફળીના 900થી લઈ 2200 સુધી ઊંચા બોલાયા હતા. આથી ખેડૂતોને સારા ભાવ મળતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બીજી બાજુ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની ઐતિહાસિક આવક એટલે કે 75થી 80 હજાર ગુણી નોંધાઈ છે. જેને કારણે યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં મગફળી જ દેખાઈ રહી છે. હાલ મગફળીની આવક નવી જાહેરાત ના થાય ત્યાં સુધી યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી છે.