Amreli : પીપાવાવ નજીક દરિયામાં બોટ પલટી, 1 મહિલા થઈ ઈજાગ્રસ્ત

Jul 9, 2025 - 21:30
Amreli : પીપાવાવ નજીક દરિયામાં બોટ પલટી, 1 મહિલા થઈ ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતી બોટ દરિયામાં પલટી ગઈ છે. આ બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરતા બોટે પલ્ટી મારી હતી. બોટ ઓવરલોડ થવાના કારણે પલ્ટી મારતા કાંઠે હાજર રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં 1 મહિલા વ્યક્તિ બોટમાં સવાર હતી, તેમને ઈજા થતા રાજુલા બાદ અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે અવરજવર ચાલુ હોય છે.

પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુન્હો નોંધશે

લોકો બોટમાં માલ-સામાનની હેરફેર કરે છે. રેતી, સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. આજે બોટ પલ્ટી મારી જવાની ઘટનામાં પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુન્હો નોંધશે. ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં મોઘી દુર્ઘટના વડોદરામાં બની છે. વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે બુધવારે એટલે કે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો. જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

2 જુલાઈએ દમણમાં બોટ તણાવવાની ઘટના બની હતી

તમને જણાવી દઈએ કે 2 જુલાઈએ દમણના દરિયા કિનારે તૂટેલી બોટ તણાઈ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બોટમાં સવાર ચારથી પાંચ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આ ખલાસીઓ બોટ લઈને નવસારી જઈ રહ્યા હતા. મધદરિયે ભારે પવનને કારણે બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું. જેના કારણે બોટ દરિયાના મોજા સાથે વહેલી નાની દમણના કિનારે પહોંચી હતી. મળતી વિગતો પ્રમાણે નાની દમણના દરિયા કિનારે તૂટેલી હાલતમાં એક બોટ તણાઈ આવી હતી. બોટના એન્જિનમાં ખરાબી આવતા ખલાસીઓ તેને રિપેર કરવા માટે નવસારી જઈ રહ્યા હતા. આ બોટમાં ચારથી પાંચ ખલાસીઓ હતા. દરિયામાં ભારે પવન હોવાથી ભારે મુશ્કેલીઓ બાદ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. બોટ દરિયાના મોજાં સાથે વહેતી નાની દમણના દરિયા કિનારે આવી પહોંચી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0