Amreli જિલ્લાના ભાજપ નેતાએ ઠાલવી વેદના, કહ્યું લીલીયા વિસ્તારમાં રેતી ખનન અટકાવો

અમરેલી જિલ્લાના ભાજપના નેતા વિપુલ દૂધાતના એક લેટરથી સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે રેતી ચોરી અને દારૂના દુષણ બાબતે લખેલા પત્રથી તંત્ર હરકતમાં આવી ગયું છે.અમરેલી જિલ્લાના મોટા લીલીયા વિસ્તારના ભાજપાના જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દૂધાતે અમરેલી સાંસદ તેમજ કલેકટરને એક પત્ર દ્વારા પોતાની વેદના ઠાલવી કે લીલીયા તાલુકામાં રેતી ચોરી અને દારૂનું દુષણ સતત વધી રહ્યું છે.અધિકારીઓને બોલાવ્યા સ્થળ પર અધિકારીઓ માનતા નથી અને સરકારને બદનામ કરે છે તે બાબતે નક્કર પગલા ભરવાના આ પત્રથી વહીવટી તંત્ર હરકતમાં તો આવું જ છે પરંતુ ઘટના એવી બની કે વિપુલ દુધાત જ્યારે અમરેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એક ડમ્પર કે જે રેતી ભરીને જઈ રહ્યું હતુ તેને અટકાવી પૂછપરછ કરી તો સંપૂર્ણ રેતી ચોરી જણાતાં તેમણે લીલીયા મામલતદાર અને અમરેલી ખાણ ખનીજ વિભાગને ટેલીફોન કરી અને સ્થળ ઉપર બોલાવ્યા હતા.અધિકારીઓ નથી કરતા કામગીરી ? આ રેતી ચોરીનું ડમ્પર ગારીયાધાર બાજુનું હોવાનું ડમ્પર ચાલકે જણાવ્યું હતું.વિપુલ દુધાતના મામલતદાર અને ખાણ ખણેજ વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક ધોરણે લીલીયા મામલતદાર પોતાની ટીમ સાથે પહોંચી ગયા અને પૂજાપાદર ચોકડી રેલવે ફાટકથી જવાના રસ્તે આગળ ઘટના સ્થળે પહોંચી મામલતદારે કડક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતુ.મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક ધોરણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ ટીમ આ ઘટના સ્થળે આવી પહોંચી અને રેતી ચોરી કરીને જઈ રહેલા ડમ્પરના ડ્રાઇવર તેમજ મામલતદાર સાથે વાતચીત કરતા તેમણે પણ પોતાની કાર્યવાહી કરવામાં આવી અને અવારનવાર થઈ રહેલી ચોરી અટકાવવા માટે પોતે પોતાની કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે તેવું રટણ રટયું. રેતી ચોરી અટકાવો રેતી ચોરીના ડમ્પર પકડીને કાર્યવાહી કર્યા બાદ ભાજપાના જાગૃત હોદ્દેદાર વિપુલ દૂધાતે પોતાની કેમેરા સામે વેદના ઠાલવીને કહ્યું કે,અવારનવાર અનેક વખત લાગતા વળગતા ને રજૂઆતો કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને બદનામ કરવાનું આ અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યાં છે.લીલીયા વિસ્તારના જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અને જાગૃત નેતાએ અવારનવાર પોતાના વિસ્તારમાં દારૂનું દુષણ અને રેતી ચોરી અટકાવવા માટેના પત્રો લખ્યા છે પ્રયત્ન કર્યા છે છતાં પણ આ દુષણ અટકતું નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે અધિકારીઓની મનમાની સરકાર બંધ કરાવે છે કે નહી.  

Amreli જિલ્લાના ભાજપ નેતાએ ઠાલવી વેદના, કહ્યું લીલીયા વિસ્તારમાં રેતી ખનન અટકાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના ભાજપના નેતા વિપુલ દૂધાતના એક લેટરથી સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે રેતી ચોરી અને દારૂના દુષણ બાબતે લખેલા પત્રથી તંત્ર હરકતમાં આવી ગયું છે.અમરેલી જિલ્લાના મોટા લીલીયા વિસ્તારના ભાજપાના જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દૂધાતે અમરેલી સાંસદ તેમજ કલેકટરને એક પત્ર દ્વારા પોતાની વેદના ઠાલવી કે લીલીયા તાલુકામાં રેતી ચોરી અને દારૂનું દુષણ સતત વધી રહ્યું છે.

અધિકારીઓને બોલાવ્યા સ્થળ પર

અધિકારીઓ માનતા નથી અને સરકારને બદનામ કરે છે તે બાબતે નક્કર પગલા ભરવાના આ પત્રથી વહીવટી તંત્ર હરકતમાં તો આવું જ છે પરંતુ ઘટના એવી બની કે વિપુલ દુધાત જ્યારે અમરેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એક ડમ્પર કે જે રેતી ભરીને જઈ રહ્યું હતુ તેને અટકાવી પૂછપરછ કરી તો સંપૂર્ણ રેતી ચોરી જણાતાં તેમણે લીલીયા મામલતદાર અને અમરેલી ખાણ ખનીજ વિભાગને ટેલીફોન કરી અને સ્થળ ઉપર બોલાવ્યા હતા.


અધિકારીઓ નથી કરતા કામગીરી ?

આ રેતી ચોરીનું ડમ્પર ગારીયાધાર બાજુનું હોવાનું ડમ્પર ચાલકે જણાવ્યું હતું.વિપુલ દુધાતના મામલતદાર અને ખાણ ખણેજ વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક ધોરણે લીલીયા મામલતદાર પોતાની ટીમ સાથે પહોંચી ગયા અને પૂજાપાદર ચોકડી રેલવે ફાટકથી જવાના રસ્તે આગળ ઘટના સ્થળે પહોંચી મામલતદારે કડક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતુ.મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક ધોરણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ ટીમ આ ઘટના સ્થળે આવી પહોંચી અને રેતી ચોરી કરીને જઈ રહેલા ડમ્પરના ડ્રાઇવર તેમજ મામલતદાર સાથે વાતચીત કરતા તેમણે પણ પોતાની કાર્યવાહી કરવામાં આવી અને અવારનવાર થઈ રહેલી ચોરી અટકાવવા માટે પોતે પોતાની કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે તેવું રટણ રટયું.

રેતી ચોરી અટકાવો

રેતી ચોરીના ડમ્પર પકડીને કાર્યવાહી કર્યા બાદ ભાજપાના જાગૃત હોદ્દેદાર વિપુલ દૂધાતે પોતાની કેમેરા સામે વેદના ઠાલવીને કહ્યું કે,અવારનવાર અનેક વખત લાગતા વળગતા ને રજૂઆતો કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને બદનામ કરવાનું આ અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યાં છે.લીલીયા વિસ્તારના જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અને જાગૃત નેતાએ અવારનવાર પોતાના વિસ્તારમાં દારૂનું દુષણ અને રેતી ચોરી અટકાવવા માટેના પત્રો લખ્યા છે પ્રયત્ન કર્યા છે છતાં પણ આ દુષણ અટકતું નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે અધિકારીઓની મનમાની સરકાર બંધ કરાવે છે કે નહી.