Amreli News: રાજુલાના છતડીયા બ્રિજ નીચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

Jun 3, 2026 - 19:00
Amreli News: રાજુલાના છતડીયા બ્રિજ નીચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજુલામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર એક ફોરવ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

છતડીયા ગામના બ્રિજ નીચે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી મુજબ, આ અકસ્માત રાજુલા નજીક આવેલા ભાવનગર-સોમનાથ હાઇવે પર છતડીયા ગામના બ્રિજ નીચે બન્યો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક તેજ રફતાર ફોરવ્હીલર ગાડી અને મોટરસાયકલ વચ્ચે કોઈ કારણોસર જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, મોટરસાયકલના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને બાઇક સવાર વૃદ્ધ રોડ પર પટકાયા હતા.

108 ઇમરજન્સી અને રાજુલા પોલીસ દોડી આવી

ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત અંગે તાકીદે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને રાજુલા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાઇક સવાર વૃદ્ધનું ગંભીર ઇજાઓના કારણે પ્રાણપંખેરૂ ઉડી ગયું હોવાનું સામે આવ્યું હતું.

મૃતક હિંડોરણા ગામના વતની હોવાનું ખૂલ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધની ઓળખ થઈ ગઈ છે. તેઓ રાજુલા તાલુકાના જ હિંડોરણા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, અને તેમનું નામ વાજસૂરભાઇ પતાટ (ઉંમર વર્ષ 60) હોવાનું જાહેર થયું છે. પોતાના સ્વજનના મોતના સમાચાર મળતા જ હિંડોરણા ગામેથી પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. રાજુલા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Amreli : 60 લાખનો પુલ ‘સાંઢિયા’ જેવો ઊંચો બનાવી દીધો! નઘરોળ તંત્ર સામે ભાજપના કાર્યકર્તાએ ખોલ્યો મોરચો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0