Amreli News : વડિયાના કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મુદ્દે એક જ જ્ઞાતિના જૂથો વચ્ચે જાહેરમાં જૂથ અથડામણ, Video Viral

Nov 11, 2026 - 17:00
Amreli News : વડિયાના કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મુદ્દે એક જ જ્ઞાતિના જૂથો વચ્ચે જાહેરમાં જૂથ અથડામણ, Video Viral

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. વડિયાના કુંકાવાવ ખાતે ગઈકાલે બપોરે પૈસાની લેતીદેતીના મામલે એક જ જ્ઞાતિના લોકો આમનેસામને આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર જૂથ અથડામણ સર્જાઈ હતી. જાહેરમાં થયેલી આ મારામારી અને ધીંગાણાને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ભય અને દોડધામ મચી ગઈ હતી. આ હિંસક ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જાહેરમાં મચાવી હતી ધમાલ

આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ, ભરત ઉર્ફે કાંબલી ઘાધલ દ્વારા વડિયા પોલીસ સ્ટેશનમાં કુલ 16 શખ્સો સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગઈકાલે બપોરે જાહેરમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી આ મારામારી દરમિયાન લાકડીઓ, પાઇપ અને અન્ય હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી પર અને તેમના વાહનો પર હુમલો કરીને નુકસાન પહોંચાડવાના આ ગંભીર કેસમાં નામજોગ 16 ઇસમો સામે ગુનો દાખલ થતાં સમગ્ર ચકચાર જાગી છે.

તપાસનો ધમધમાટ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડિયા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ 16 આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે તોફાની તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમરેલી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વડિયા પોલીસ સ્ટેશનની ટીમો ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Junagadh News : ગિરનારની યાત્રા બની અંતિમ યાત્રા! બેંગલુરુથી આવેલા પ્રવાસીનું ચઢાણ દરમિયાન હાર્ટ એટેકથી કરુણ મોત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0