Amreli: સિંહોના ટોળા રહેણાંક મકાનમાં ઘુસવાની ઘટનાઓ વધી, લોકોમાં ભારે ફફડાટ

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સાવજના ટોળા રાત પડે અને રહેણાંક મકાનમાં ઘુસી જવાની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ફફડાટ સાથે રોષનો માહોલ સર્જાયો છે.સિંહોના ટોળા રહેણાંક મકાનમાં ઘુસ્યા દેશની શાન ગણાતા સાવજો એક સમય ગીર જંગલોમાં વસવાટ કરતા હતા અને લોકો જંગલો તરફ સિંહ દર્શન કરવા દોડધામ પણ ભૂતકાળમાં કરતા હતા, હવે સમય જતાં હાલના વાતાવરણમાં સિંહોની મુમેન્ટમાં પણ પેટર્ન બદલાઈ હોય તેમ સિંહો માનવીઓ નજીક વધુ જઈ રહ્યા છે, જ્યારે આ વાત છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમા કોવાયા ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો સૌથી મોટો ઉદ્યોગ ધમધમી રહ્યો છે તો બાજુમાં કોવાયા ગામ આવેલું છે, આ ગામમાં રાત પડે અને સિંહોના ટોળા ગામમાં ઘુસી જાય છે. કોવાયા ગામ સાવજોના કબજામાં હોય તેવી સ્થિતિ કોવાયા ગામની શેરીઓમાં સાવજો ફરતા હોય છે, આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે જ્યારે હવે તો સિંહો ગામની શેરીઓ છોડી લોકોના ઘરમાં ફળીયામાં અને પટાંગણમાં શ્વાનની જેમ આંટાફેરા મારી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોની ઉંઘ હવે સિંહોએ હરામ કરી દીધી છે, કેમ કે સિંહો હવે દીવાલો ઘર ઉપર કૂદી અંદર આવી રહ્યા છે, રાત્રીના સમયે જાણે કોવાયા ગામ સાવજોના કબ્જામાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં જે વ્યક્તિના ઘરમાં સિંહો ઘુસ્યા હતા તે પરિવારના લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ. ગ્રામજનોએ વનવિભાગ સામે નારાજગી વ્યક્ત કરી કોવાયા ગામના સરપંચ સાહિર લોકોએ તો રાજ્યના વનમંત્રીને સીધી અપીલ કરી રહ્યા છે, સ્થાનિક વનવિભાગથી લઈ ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી, સ્થાનિક લેવલે વનવિભાગમાં ગામના વધુ કર્મચારી ટ્રેકસનો સમાવેશ કરવામાં આવે તો તો જ વન્યપ્રાણીઓ ગામમાં આવતા અટકે. ગામના લોકો કહી રહ્યા છે વાડી વિસ્તારમાં સુરક્ષિત છીએ, ગામમાં સાવજો સતત આવી રહ્યા છે. જેના કારણે કોવાયા ગામમાં વધુ ભયનો માહોલ છે, વધુ લોકોની ભરતી કરવા માટેની પણ માગ કરવામાં આવી છે. જોકે આ મુદ્દે હાલ વનવિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ગ્રામજનોમાં વનવિભાગ સામે સ્થાનિક લોકો નારાજગી દર્શાવી રહ્યા છે. આગામી સમયમાં સિંહોની સુરક્ષા વધારવી જરૂરી બનશે કોવાયા ગામના લોકોએ એક જ સુર ઉઠાવ્યો ગામની ચારે તરફ સાવજો વસવાટ કરી રહ્યા છે, ત્યારે ગામમાંથી વનવિભાગમાં ભરતી કરે અને વધુ સ્ટાફ ફાળવવામાં આવે તો ગામમાં આવતા સિંહો અટકશે. ઉપરાંત ગામના ખેડૂતોના માલિકીના પાલતું વન્યપ્રાણીઓનો સિંહો શિકાર કરતા હોવાને કારણે કિંમતી પશુઓના જીવ જાય છે, સરકાર એટલી મોટી રકમ આપતી નથી સામાન્ય રકમ આપતા હોય છે. ત્યારે ખેડૂતોના કિંમતી ભેંસ, ગાય જેવા પશુઓના શિકાર થાય છે. તેમાંથી મુક્તિ મેળવવા માટેની માગ કરી રહ્યા છે. ઉપરાંત અહીં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, દરિયાકાંઠાના ગામડાઓમાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેના કારણે આવનારા સમયમાં લોકોની અને સિંહોની સુરક્ષા વધારવી ખૂબ જરૂરી બની જશે.

Amreli: સિંહોના ટોળા રહેણાંક મકાનમાં ઘુસવાની ઘટનાઓ વધી, લોકોમાં ભારે ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સાવજના ટોળા રાત પડે અને રહેણાંક મકાનમાં ઘુસી જવાની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ફફડાટ સાથે રોષનો માહોલ સર્જાયો છે.

સિંહોના ટોળા રહેણાંક મકાનમાં ઘુસ્યા

દેશની શાન ગણાતા સાવજો એક સમય ગીર જંગલોમાં વસવાટ કરતા હતા અને લોકો જંગલો તરફ સિંહ દર્શન કરવા દોડધામ પણ ભૂતકાળમાં કરતા હતા, હવે સમય જતાં હાલના વાતાવરણમાં સિંહોની મુમેન્ટમાં પણ પેટર્ન બદલાઈ હોય તેમ સિંહો માનવીઓ નજીક વધુ જઈ રહ્યા છે, જ્યારે આ વાત છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમા કોવાયા ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો સૌથી મોટો ઉદ્યોગ ધમધમી રહ્યો છે તો બાજુમાં કોવાયા ગામ આવેલું છે, આ ગામમાં રાત પડે અને સિંહોના ટોળા ગામમાં ઘુસી જાય છે.

કોવાયા ગામ સાવજોના કબજામાં હોય તેવી સ્થિતિ

કોવાયા ગામની શેરીઓમાં સાવજો ફરતા હોય છે, આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે જ્યારે હવે તો સિંહો ગામની શેરીઓ છોડી લોકોના ઘરમાં ફળીયામાં અને પટાંગણમાં શ્વાનની જેમ આંટાફેરા મારી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોની ઉંઘ હવે સિંહોએ હરામ કરી દીધી છે, કેમ કે સિંહો હવે દીવાલો ઘર ઉપર કૂદી અંદર આવી રહ્યા છે, રાત્રીના સમયે જાણે કોવાયા ગામ સાવજોના કબ્જામાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં જે વ્યક્તિના ઘરમાં સિંહો ઘુસ્યા હતા તે પરિવારના લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ.

ગ્રામજનોએ વનવિભાગ સામે નારાજગી વ્યક્ત કરી

કોવાયા ગામના સરપંચ સાહિર લોકોએ તો રાજ્યના વનમંત્રીને સીધી અપીલ કરી રહ્યા છે, સ્થાનિક વનવિભાગથી લઈ ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી, સ્થાનિક લેવલે વનવિભાગમાં ગામના વધુ કર્મચારી ટ્રેકસનો સમાવેશ કરવામાં આવે તો તો જ વન્યપ્રાણીઓ ગામમાં આવતા અટકે. ગામના લોકો કહી રહ્યા છે વાડી વિસ્તારમાં સુરક્ષિત છીએ, ગામમાં સાવજો સતત આવી રહ્યા છે. જેના કારણે કોવાયા ગામમાં વધુ ભયનો માહોલ છે, વધુ લોકોની ભરતી કરવા માટેની પણ માગ કરવામાં આવી છે. જોકે આ મુદ્દે હાલ વનવિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ગ્રામજનોમાં વનવિભાગ સામે સ્થાનિક લોકો નારાજગી દર્શાવી રહ્યા છે.

આગામી સમયમાં સિંહોની સુરક્ષા વધારવી જરૂરી બનશે

કોવાયા ગામના લોકોએ એક જ સુર ઉઠાવ્યો ગામની ચારે તરફ સાવજો વસવાટ કરી રહ્યા છે, ત્યારે ગામમાંથી વનવિભાગમાં ભરતી કરે અને વધુ સ્ટાફ ફાળવવામાં આવે તો ગામમાં આવતા સિંહો અટકશે. ઉપરાંત ગામના ખેડૂતોના માલિકીના પાલતું વન્યપ્રાણીઓનો સિંહો શિકાર કરતા હોવાને કારણે કિંમતી પશુઓના જીવ જાય છે, સરકાર એટલી મોટી રકમ આપતી નથી સામાન્ય રકમ આપતા હોય છે. ત્યારે ખેડૂતોના કિંમતી ભેંસ, ગાય જેવા પશુઓના શિકાર થાય છે. તેમાંથી મુક્તિ મેળવવા માટેની માગ કરી રહ્યા છે. ઉપરાંત અહીં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, દરિયાકાંઠાના ગામડાઓમાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેના કારણે આવનારા સમયમાં લોકોની અને સિંહોની સુરક્ષા વધારવી ખૂબ જરૂરી બની જશે.