Amreli: સફારી પાર્કમાં સિમ્બા સિંહના વાયરલ વીડિયો અંગે ધારી ઇન્ચાર્જ ACF અમિત વાણીયાએ સત્ય હકીકત કરી ઉજાગર

Nov 15, 2026 - 13:30
Amreli: સફારી પાર્કમાં સિમ્બા સિંહના વાયરલ વીડિયો અંગે ધારી ઇન્ચાર્જ ACF અમિત વાણીયાએ સત્ય હકીકત કરી ઉજાગર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના સફારી પાર્કમાં 'સિમ્બા' નામના સિંહની બાજુમાં એક બાઇક ચાલતી હોવાનો વીડિયો ગઈકાલથી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સફારી પાર્કમાં સિંહની પજવણી થઈ રહી હોવાના સમાચારો વહેતા થયા હતા અને વન્યજીવપ્રેમીઓમાં ચર્ચા જાગી હતી. જોકે, આ સમગ્ર મામલે હવે વનવિભાગે સત્તાવાર રીતે સત્ય હકીકત ઉજાગર કરી છે. ધારીના ઇન્ચાર્જ ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) અમિત વાણીયાએ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી છે કે વાયરલ વીડિયોમાં સિંહની બાજુમાં બાઇક ચલાવનાર વ્યક્તિ કોઈ પ્રવાસી નહીં, પરંતુ ખુદ વનવિભાગનો સ્ટાફ જ છે.

દિવાળીના ટ્રાફિકને કારણે સિંહ અન્ય માર્ગ તરફ જતો હતો

દિવાળીના તહેવારોને કારણે સફારી પાર્કમાં પ્રવાસીઓ અને વાહનોનો ટ્રાફિક વધ્યો છે. સાંજે જ્યારે સફારી પાર્કનો સમય પૂર્ણ થાય ત્યારે નિયમ મુજબ સિંહને તેના રહેઠાણ (ક્રોલ/નિર્ધારિત વિસ્તાર) માં જવાનું હોય છે. આ સમયે સિમ્બા સિંહ તેના નિર્ધારિત વિસ્તારને બદલે અન્ય માર્ગ તરફ જઈ રહ્યો હતો.સિંહ અન્ય માર્ગ પર ન જતો રહે તે માટે વનવિભાગના સ્ટાફ દ્વારા બાઇક પર જઈને સિંહને રોકવામાં આવ્યો હતો અને તેને તેના રહેઠાણ વિસ્તાર તરફ વાળવામાં (ધકેલવામાં) આવ્યો હતો.

વનવિભાગના સ્ટાફ દ્વારા સિંહને રહેઠાણ તરફ ધકેલવામાં આવ્યો 

ACF અમિત વાણીયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં સિંહની કોઈ પણ પ્રકારની પજવણી થઈ હોવાનું જણાતું નથી. તેમ છતાં, વનવિભાગ દ્વારા તકેદારી અને શિસ્તના ભાગરૂપે સંબંધિત સ્ટાફને કારણદર્શક નોટિસ (Show Cause Notice) આપીને આ સમગ્ર બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rajkot: ડેકોરા વર્લ્ડ એપાર્ટમેન્ટના રિસેપ્શનિસ્ટે 6 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી અડપલા કર્યા, યુનિવર્સિટી પોલીસે દબોચી લીધો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0