Amreli : વડીયામાં વૃદ્ધ દંપતીની અજાણ્યા ઈસમોએ હત્યા કરી 2 લાખની ચલાવી લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં આવેલ વડીયાના ઢુંઢીયાપીપળીયા ગામમાં ગઈ કાલે વૃદ્ધ દંપતીની હત્યા કરાયેલી લાશો રહેણાંક મકાનમાંથી મળી આવતા ચકચાર મચી છે. વર્ષોથી ઘરે વૃદ્ધ દંપતી એકલા રહે છે, પુત્રો રાજકોટ અને સુરતમાં વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બહાર રહે છે. સતત પુત્રો કોલ કરતા રિસીવ નહિ કરતા સ્થાનિક ગ્રામજનોને જાણ કરતા વૃદ્ધ દંપતીના ઘરે ચેક કરતા લોહીયાણ હાલતમાં લાશો મળતા ચકચાર મચી ગઈ હતી.
ધારાસભ્યએ પોલીસને હત્યાનો ભેદ ઉકેલવા આપી સૂચના
સ્થાનિક સરપંચ સહિતના લોકોએ પોલીસને જાણ કરતા વડીયા પોલીસ દોડી આવી, રાજકોટ સુરત રહેતા પુત્રોને જાણ કરી મોડી રાતે પુત્રો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈ, વડીયા પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યિલ ઓપરેશન બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કવોર્ડ વિવિધ અલગ અલગ ટીમો પહોંચી હતી. આ લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયા પણ દોડી આવ્યા હતા. મૃતક પરિવારજનોને સાંત્વના આપી પોલીસને ભેદ ઉકેલવા સૂચના પણ આપવામાં આવી હતી.
વૃદ્ધ દંપતીના પુત્ર હરસુખભાઈ ચકુભાઈ રાખોળીયાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં બંને મૃતક વ્યક્તિઓ પોતાના રહેણાંક મકાનમાં સુતા હતા. તે દરમ્યાન મકાન કોઈ અજાણ્યા ચોર ઈસમો ગેરકાયદેસર પ્રવેશ કરી અને મૃતક કુંવરબેન તથા મૃતક ચકુભાઈ જે બંને ખાટલા ઉપર સુતા હતા. તે દરમ્યાન આ અજાણ્યા ચોર ઈસમોએ કોઈ તિક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ દંપતીને બે ઘા મારી બંનેને લોહીલુહાણ હાલતમાં મારી નાખી અને રહેણાંક મકાનમાં તાળા બંધ રૂમની ચાવી આ અજાણ્યા ચોર ઈસમોએ શોધી લઈ અને રૂમનું તાળું ચાવીથી ખોલી રૂમમાં પ્રવેશ્યા ત્યારબાદ બંધ લોખંડના કબાટનું તાળું તોડી કબાટમાંથી રોકડ રૂપિયા બે લાખની લૂંટ કરી અજાણ્યા ઈસમો ફરાર થયા છે.
આરોપીને ઝડપી લેવા સ્થાનિકોની ઉગ્ર માગ
બંને મૃતકની લાશનું વડીયા હોસ્પિટલમાં ખસેડાયા બાદ પીએમ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો વડીયા આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં એકત્ર થયા હતા અને હોસ્પિટલથી મામલતદાર સુધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મૌન રેલી કાઢી નારાજગી વ્યક્ત કરી હતી સ્થાનિક લોકોએ માગ કરી આરોપીને તાકીદે પકડવા માટેની ઉગ્ર માગ કરવામાં આવી હતી. પોલીસે આગામી દિવસોમાં ઝડપથી પકડી પાડવા માટેની ખાત્રી આપવામાં આવી હતી.
પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે. મૃતદેહ હોસ્પિટલથી ઢૂંઢિયાપીપળીયા ગામમાં લઈ જવામાં આવ્યો, જ્યાં અંતિમવિધિ કરવામાં આવશે. અમરેલી SPએ અલગ અલગ 5 ટીમો બનાવી જૂનાગઢ સહીત બોડર જિલ્લા સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીને પડકવા માટે એલસીબી એસઓજી સ્થાનિક પો. સ્ટેશનની મોટાભાગની પોલીસને કામે લગાડી છે. અવાર નવાર આ ગામમાં ચોરીની ઘટનાઓ બને છે, પરંતુ આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂક્યો અને ઉગ્રતા ભેર આવેદનપત્ર પાઠવીને કોઈ પણ પ્રકારે આ ઘટનામાં કાચું કપાય નહીં અને આરોપી નહીં પકડાય તો પોલીસ સ્ટેશન સામે રામધૂન કરવાની ફરજ પડશે.
What's Your Reaction?






