Amreli: અમરેલીના ઘરેણાં સમાન રાજમહેલની જાળવણીના અભાવે દુર્દશા, જુઓ વીડિયો

1892માં બનેલો રાજમહેલ અમરેલીના ઘરેણાં સમાન રિનોવેશન માટે અનેક દિગ્ગજ નેતાઓએ કરી છે રજુઆત તંત્ર દ્વારા જર્જરિત ઇમારતના બોર્ડ લગાવી દેવાયા અમરેલી શહેરના જાજરમાન ઇતિહાસનો સાક્ષી એવો રાજમહેલ જાણે પડવા વાંકે ઉભો હોય તેમ જર્જરીત હાલતમાં બની ગયો છે. એક સમયે ગાયકવાડ સરકારનો વહીવટ અહિંથી ચાલતો અને ત્યારબાદ કલેક્ટર, પોલીસ વડાની કચેરી અને કોર્ટ પણ અહિં બેસતી. પણ હવે આ રાજમહેલ સુમસામ હાલતમાં છે. સરકારની યોગ્ય દેખરેખના અભાવે દિવસેને દિવસે તે વધુને વધુ જર્જરીત બની રહ્યો છે. સરકારને જરૂર હતી ત્યાં સુધી ઉપયોગ કર્યો હવે કોઇ ધ્યાન આપતુ નથી અમરેલીના ઇતિહાસના અનેક પાના જેમા ધરબાયેલા છે તે ગાયકવાડ સરકાર વખતના રાજમહેલની દરકાર લેવાની હાલમાં સરકારને કાંઇ પડી નથી. ઉત્સવો અને મેળાવડાઓ પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરતી સરકાર રાજમહેલની મરામત પ્રત્યે ભારે ઉદાસીન છે. સરકારે જ્યાં સુધી પોતાને જરૂર હતી ત્યાં સુધી રાજમહેલનો ભરપુર ઉપયોગ કર્યો પરંતુ ઉપયોગ પૂર્ણ થયા બાદ તેના રીનોવેશનની હવે કોઇ દરકાર લેવામાં આવતી નથી. અહિં એક પછી એક તમામ કચેરીઓનું સ્થળાંતર કરી દેવાયુ છે. આઝાદી બાદ રાજમહેલમાં સરકારી કચેરીઓ શરૂ કરી દેવામાં આવી હતી. એક સમયે અહિં તમામ અદાલતો બેસતી હતી. પરંતુ અલગથી ન્યાય મંદિર બન્યા બાદ તમામ અદાલતો ત્યાં ખસેડી લેવાઇ હતી. કલેક્ટર કચેરી અને મોટાભાગની બ્રાન્ચ પણ અહિં બેસતી હતી. પરંતુ અલગથી વિશાળ કલેક્ટર કચેરીનું નિર્માણ થયા બાદ આ તમામ કચેરીઓ અહીંથી ખસેડી લેવાઇ હતી. આવી જ રીતે જિલ્લા પોલીસ વડાની કચેરી પણ થોડા વર્ષો પહેલા ખસેડી લેવાઇ હતી. જેને પગલે હવે રાજમહેલ સુમસામ બન્યો છે. હાલમાં અહિં માત્ર જિલ્લા પંચાયતની બાંધકામ શાખાની એક ઓફીસ છે. તે પણ જર્જરીત છે. ઇતિહાસનું આ યાદગાર સંભારણુ માટીમાં મળી જાય તે પહેલા તેની યોગ્ય મરામત થવી જરૂરી છે. સયાજીરાવ ગાયકવાડે 1882માં કર્યું હતું નિર્માણ અમરેલીના આ રાજમહેલના નિર્માણને સવા સો વર્ષ કરતા પણ વધુ સમય વિતી ચુક્યો છે. 1882માં સયાજીરાવ ગાયકવાડે રહેણાંકના ઉદ્દેશથી આ રાજમહેલ બનાવ્યો હતો અને સમય જતા ગાયકવાડ સરકારનો વહીવટ અહીં ચાલતો અને આખરે રાજ્ય સરકારની કચેરીનો વહીવટ ચાલતો હતો. હવે પડુ પડુ થઇ રહ્યો છે મહેલ રાજમહેલનો મુખ્ય ગેઇટ ખુબ જ નબળી હાલતમાં છે. આ ગેઇટ નીચેની અવર જવરનો રસ્તો પણ છે. પરંતુ આ ગેઇટ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતી હોય લોકોની અવર જવર અહીંથી બંધ કરાવી દેવાયો છે. અગાઉ ઇતિહાસના સંભારણા સમાન શહેરના જુદા જુદા રસ્તાઓ પરના ગેઇટ દૂર કરી દેવાયા છે. લાયબ્રેરીનું ઐતિહાસિક બિલ્ડિંગ પણ પાડી નખાયુ છે. તેવી હાલત રાજમહેલની પણ થશે.

Amreli: અમરેલીના ઘરેણાં સમાન રાજમહેલની જાળવણીના અભાવે દુર્દશા, જુઓ વીડિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 1892માં બનેલો રાજમહેલ અમરેલીના ઘરેણાં સમાન
  • રિનોવેશન માટે અનેક દિગ્ગજ નેતાઓએ કરી છે રજુઆત
  • તંત્ર દ્વારા જર્જરિત ઇમારતના બોર્ડ લગાવી દેવાયા

અમરેલી શહેરના જાજરમાન ઇતિહાસનો સાક્ષી એવો રાજમહેલ જાણે પડવા વાંકે ઉભો હોય તેમ જર્જરીત હાલતમાં બની ગયો છે. એક સમયે ગાયકવાડ સરકારનો વહીવટ અહિંથી ચાલતો અને ત્યારબાદ કલેક્ટર, પોલીસ વડાની કચેરી અને કોર્ટ પણ અહિં બેસતી. પણ હવે આ રાજમહેલ સુમસામ હાલતમાં છે. સરકારની યોગ્ય દેખરેખના અભાવે દિવસેને દિવસે તે વધુને વધુ જર્જરીત બની રહ્યો છે.

સરકારને જરૂર હતી ત્યાં સુધી ઉપયોગ કર્યો હવે કોઇ ધ્યાન આપતુ નથી

અમરેલીના ઇતિહાસના અનેક પાના જેમા ધરબાયેલા છે તે ગાયકવાડ સરકાર વખતના રાજમહેલની દરકાર લેવાની હાલમાં સરકારને કાંઇ પડી નથી. ઉત્સવો અને મેળાવડાઓ પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરતી સરકાર રાજમહેલની મરામત પ્રત્યે ભારે ઉદાસીન છે. સરકારે જ્યાં સુધી પોતાને જરૂર હતી ત્યાં સુધી રાજમહેલનો ભરપુર ઉપયોગ કર્યો પરંતુ ઉપયોગ પૂર્ણ થયા બાદ તેના રીનોવેશનની હવે કોઇ દરકાર લેવામાં આવતી નથી. અહિં એક પછી એક તમામ કચેરીઓનું સ્થળાંતર કરી દેવાયુ છે.

આઝાદી બાદ રાજમહેલમાં સરકારી કચેરીઓ શરૂ કરી દેવામાં આવી હતી. એક સમયે અહિં તમામ અદાલતો બેસતી હતી. પરંતુ અલગથી ન્યાય મંદિર બન્યા બાદ તમામ અદાલતો ત્યાં ખસેડી લેવાઇ હતી. કલેક્ટર કચેરી અને મોટાભાગની બ્રાન્ચ પણ અહિં બેસતી હતી. પરંતુ અલગથી વિશાળ કલેક્ટર કચેરીનું નિર્માણ થયા બાદ આ તમામ કચેરીઓ અહીંથી ખસેડી લેવાઇ હતી. આવી જ રીતે જિલ્લા પોલીસ વડાની કચેરી પણ થોડા વર્ષો પહેલા ખસેડી લેવાઇ હતી. જેને પગલે હવે રાજમહેલ સુમસામ બન્યો છે. હાલમાં અહિં માત્ર જિલ્લા પંચાયતની બાંધકામ શાખાની એક ઓફીસ છે. તે પણ જર્જરીત છે. ઇતિહાસનું આ યાદગાર સંભારણુ માટીમાં મળી જાય તે પહેલા તેની યોગ્ય મરામત થવી જરૂરી છે.

સયાજીરાવ ગાયકવાડે 1882માં કર્યું હતું નિર્માણ

અમરેલીના આ રાજમહેલના નિર્માણને સવા સો વર્ષ કરતા પણ વધુ સમય વિતી ચુક્યો છે. 1882માં સયાજીરાવ ગાયકવાડે રહેણાંકના ઉદ્દેશથી આ રાજમહેલ બનાવ્યો હતો અને સમય જતા ગાયકવાડ સરકારનો વહીવટ અહીં ચાલતો અને આખરે રાજ્ય સરકારની કચેરીનો વહીવટ ચાલતો હતો.

હવે પડુ પડુ થઇ રહ્યો છે મહેલ

રાજમહેલનો મુખ્ય ગેઇટ ખુબ જ નબળી હાલતમાં છે. આ ગેઇટ નીચેની અવર જવરનો રસ્તો પણ છે. પરંતુ આ ગેઇટ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતી હોય લોકોની અવર જવર અહીંથી બંધ કરાવી દેવાયો છે. અગાઉ ઇતિહાસના સંભારણા સમાન શહેરના જુદા જુદા રસ્તાઓ પરના ગેઇટ દૂર કરી દેવાયા છે. લાયબ્રેરીનું ઐતિહાસિક બિલ્ડિંગ પણ પાડી નખાયુ છે. તેવી હાલત રાજમહેલની પણ થશે.