Amreliના જાફરાબાદ દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળ્યાં,જુઓ Video

જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના અમરેલી જિલ્લામા સાયક્લોન સર્ક્યુલેશન કારણે દરિયા કાંઠે અસર જોવા મળી હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના જાફરાબાદમાં દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળ્યા છે.જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.મોટાભાગે દરિયા કાંઠે વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલીમાં સવારથી વરસાદ સાવરકુંડલામાં આજે અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો. જેના કારણે બજારોમાં પાણી વહેતા થયા હતા. તો અમરેલી, ધારી, લીલીયા અને લાઠી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સમગ્ર જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.અમરેલી શહેરમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. અહીં સવારે 4 થી 6 એમ બે કલાક સુધીમાં 6મીમી વરસાદ પડી ગયો હતો. તો સાવરકુંડલામાં 14 મીમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થતા બજારોમાં પાણી વહ્યા હતા. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી ખાસ કરીને વાત કરવામાં આવે તો, દરિયા કિનારે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અને સૂચના આપી દેવામાં આવી છે. જેથી કોઈ જાનમાલનું નુકસાન ના થાય. આ સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની વાત કરવામાં આવે તો અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ પડી શકે છે. આજે આ જગ્યાએ રેડ અલર્ટની કરાઈ આગાહી સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે. આજે આ જગ્યાએ યલો એલર્ટની કરાઈ આગાહી અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,પંચમહાલ,નર્મદા,બોટાદ,રાજકોટ,પોરબંદરમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Amreliના જાફરાબાદ દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળ્યાં,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ
  • માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
  • અમરેલી જિલ્લામા સાયક્લોન સર્ક્યુલેશન કારણે દરિયા કાંઠે અસર જોવા મળી

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના જાફરાબાદમાં દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળ્યા છે.જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.મોટાભાગે દરિયા કાંઠે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

અમરેલીમાં સવારથી વરસાદ

સાવરકુંડલામાં આજે અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો. જેના કારણે બજારોમાં પાણી વહેતા થયા હતા. તો અમરેલી, ધારી, લીલીયા અને લાઠી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સમગ્ર જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.અમરેલી શહેરમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. અહીં સવારે 4 થી 6 એમ બે કલાક સુધીમાં 6મીમી વરસાદ પડી ગયો હતો. તો સાવરકુંડલામાં 14 મીમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થતા બજારોમાં પાણી વહ્યા હતા.


માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, દરિયા કિનારે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અને સૂચના આપી દેવામાં આવી છે. જેથી કોઈ જાનમાલનું નુકસાન ના થાય. આ સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની વાત કરવામાં આવે તો અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ પડી શકે છે.

આજે આ જગ્યાએ રેડ અલર્ટની કરાઈ આગાહી

સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે.


આજે આ જગ્યાએ યલો એલર્ટની કરાઈ આગાહી

અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,પંચમહાલ,નર્મદા,બોટાદ,રાજકોટ,પોરબંદરમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે.

રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.