Amreliના જાફરાબાદમાં સાળાને પેટમાં લાકડું મારી હત્યા કરનાર બનેવીની પોલીસે કરી ધરપકડ

અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના વડલી ગામે સાળાને પેટમાં લાકડુ મારી હત્યા કરનાર બનેવીને નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે.નાગેશ્રી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાંડની તજવીજ હાથધરવામાં આવી છે. બે દિવસ પહેલા બની ઘટના અમરેલી જિલ્લામા 2 દિવસ પહેલા હત્યાની ઘટનાને લઈ ચકચાર મચી હતી જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ હતી અહીં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવી દ્વારા બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પછાડી દીધા બાદ આરોપી બનેવી દ્વારા લાકડું પેટમાં મારી દેવાના કારણે ગંભીર ઇજાઓ પેટના ભાગે થવાના કારણે મોત થયું હતુ અને ગુનો હત્યામાં પલટાયો હતો. બજારમાં લાકડું માર્યુ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે ફરીયાદના આધારે ઘટનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ક્રોર્ડની ટીમો દ્વારા આરોપી રમેશ બાંભણીયાને ગણતરીની કલાકોમા દબોચી ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે હત્યામાં વપરાયેલ લાકડું પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે.હાલ આરોપીની વધુ રિમાંડ માટેની તજવીજ હાથધરી છે.મૃતક યુવકના પિતા જીલુભાઈ પાલાભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ દાદુભાઇ બાંભણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમા ફરીયાદી જીલુભાઈ સોલંકીની દીકરી દયાબેન આરોપી રમેશભાઈ દાદુભાઈ બાંભણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે વડલી ગામે રહેતી હતી. પારિવારીક દુખને લઈ કરી હત્યા આરોપી રમેશભાઈ હેરાન પરેશાન કરતા હતા જેના કારણે આરોપીની પત્ની દયાબેન મનદુઃખના કારણે વડલી પિતાના ઘરે આવી હોવાને કારણે આ મનદુઃખ રાખી તેમના સાળા મૃતક પ્રવીણભાઈ સોલંકી ગામમાં દૂધ લેવા આવતા આરોપી રમેશ બાંભણીયા દ્વારા જોરથી પેટના ભાગે પાટુ મારી લાકડા વડે પેટના ભાગે મૂંઢ માર મારી ગાળો આપી જીવલેણ હુમલો કરતા પ્રવીણભાઈ નું મોત નિપજાવતા મામલો હત્યામાં પલટાયો હતો હાલ નાગેશ્રી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથધરી હતી. પોલીસે હાથધરી તપાસ જાફરાબાદ તાલુકાના વડલી ગામમા યુવક દૂધ લેવા દુકાને જતા સમયે પ્રવીણભાઈ સોલંકીને લાકડું માર મારી હત્યા કર્યા બાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ દાખલ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હાલ પૂછપરછ ચાલી રહી છે.જાફરાબાદ તાલુકાના વડલી ગામે બે દિવસ પહેલા મોડી રાત્રે એક યુવકને લાકડું મારતા થઈ હતી મો મોડી રાત્રે જાફરાબાદ હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે તેમને મૃતક જાહેર કર્યો હતો.આમ ગણતરીની કલાકોમાં જ પોલીસે સત્યના આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી છે.

Amreliના જાફરાબાદમાં સાળાને પેટમાં લાકડું મારી હત્યા કરનાર બનેવીની પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના વડલી ગામે સાળાને પેટમાં લાકડુ મારી હત્યા કરનાર બનેવીને નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે.નાગેશ્રી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાંડની તજવીજ હાથધરવામાં આવી છે.

બે દિવસ પહેલા બની ઘટના

અમરેલી જિલ્લામા 2 દિવસ પહેલા હત્યાની ઘટનાને લઈ ચકચાર મચી હતી જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ હતી અહીં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવી દ્વારા બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પછાડી દીધા બાદ આરોપી બનેવી દ્વારા લાકડું પેટમાં મારી દેવાના કારણે ગંભીર ઇજાઓ પેટના ભાગે થવાના કારણે મોત થયું હતુ અને ગુનો હત્યામાં પલટાયો હતો.


બજારમાં લાકડું માર્યુ

નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે ફરીયાદના આધારે ઘટનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ક્રોર્ડની ટીમો દ્વારા આરોપી રમેશ બાંભણીયાને ગણતરીની કલાકોમા દબોચી ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે હત્યામાં વપરાયેલ લાકડું પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે.હાલ આરોપીની વધુ રિમાંડ માટેની તજવીજ હાથધરી છે.મૃતક યુવકના પિતા જીલુભાઈ પાલાભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ દાદુભાઇ બાંભણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમા ફરીયાદી જીલુભાઈ સોલંકીની દીકરી દયાબેન આરોપી રમેશભાઈ દાદુભાઈ બાંભણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે વડલી ગામે રહેતી હતી.

પારિવારીક દુખને લઈ કરી હત્યા

આરોપી રમેશભાઈ હેરાન પરેશાન કરતા હતા જેના કારણે આરોપીની પત્ની દયાબેન મનદુઃખના કારણે વડલી પિતાના ઘરે આવી હોવાને કારણે આ મનદુઃખ રાખી તેમના સાળા મૃતક પ્રવીણભાઈ સોલંકી ગામમાં દૂધ લેવા આવતા આરોપી રમેશ બાંભણીયા દ્વારા જોરથી પેટના ભાગે પાટુ મારી લાકડા વડે પેટના ભાગે મૂંઢ માર મારી ગાળો આપી જીવલેણ હુમલો કરતા પ્રવીણભાઈ નું મોત નિપજાવતા મામલો હત્યામાં પલટાયો હતો હાલ નાગેશ્રી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે હાથધરી તપાસ

જાફરાબાદ તાલુકાના વડલી ગામમા યુવક દૂધ લેવા દુકાને જતા સમયે પ્રવીણભાઈ સોલંકીને લાકડું માર મારી હત્યા કર્યા બાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ દાખલ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હાલ પૂછપરછ ચાલી રહી છે.જાફરાબાદ તાલુકાના વડલી ગામે બે દિવસ પહેલા મોડી રાત્રે એક યુવકને લાકડું મારતા થઈ હતી મો મોડી રાત્રે જાફરાબાદ હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે તેમને મૃતક જાહેર કર્યો હતો.આમ ગણતરીની કલાકોમાં જ પોલીસે સત્યના આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી છે.