Amirgarh ગુજરાતમાં દુષ્કર્મ થાય તો અહીંની સરકાર મૌન: ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોરનું નિવેદનરાજ્યમાં વધતા દુષ્કર્મને લઇ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. અમીરગઢમાં ચાલતા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. નિવેદન આપતા તેમણે સરકારની આકરી ટીકા કરી છે.ગેનીબેનની જનતાને અપિલબનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દુષ્કર્મ જેવી ઘટનાઓથી બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ જગત પર લાંછન ન લાગે તેનુ ધ્યાન રાખવા જનતાને અપિલ કરી છે. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે, માં અંબાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આવી ઘટનાઓથી બનાસકાંઠા જિલ્લાને બચાવે.રાજ્યની પોલીસ અને સરકાર ઉપર ભરોસો નથી હાલમાં વડોદરાના ભાયલીમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે પશ્ચિમ બગળામાં બળાત્કાર થયો હતો. ત્યારે અહીંના મુખ્યમંત્રી ઘરણા પર બેઠા હતા. પરંતુ જો ગુજરાતમાં બળાત્કાર થાય તો અહીંની સરકાર મૌન બેઠી છે. સરકારી તંત્રને વખોળતા તેમણે કહ્યું કે, હવે આપણે આપણી બાળકીઓની રક્ષા આપણે પોતે જ કરવી પડશે. કેમ કે, રાજ્યની પોલીસ અને સરકાર ઉપર હવે કોઈને ભરોસો રહ્યો નથી.પોલીસ અધિકારીઓને સરકાર તરફથી કોઈ સહકાર મળતો નથી તેમણે સરકારને બાનમાં લેતા કહ્યું કે, રાજ્યમાં કોઈ પણ ઘટના બને, અહીંના પોલીસ અધિકારીઓને સરકાર તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના લીધે પોલીસ અધિકારીઓ દિલથી કામ કરતા નથી. જેથી આવી ઘટનાઓ અવાર નવાર બને છે.

Amirgarh ગુજરાતમાં દુષ્કર્મ થાય તો અહીંની સરકાર મૌન: ગેનીબેન ઠાકોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગેનીબેન ઠાકોરનું નિવેદન

રાજ્યમાં વધતા દુષ્કર્મને લઇ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. અમીરગઢમાં ચાલતા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. નિવેદન આપતા તેમણે સરકારની આકરી ટીકા કરી છે.

ગેનીબેનની જનતાને અપિલ

બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દુષ્કર્મ જેવી ઘટનાઓથી બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ જગત પર લાંછન ન લાગે તેનુ ધ્યાન રાખવા જનતાને અપિલ કરી છે. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે, માં અંબાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આવી ઘટનાઓથી બનાસકાંઠા જિલ્લાને બચાવે.

રાજ્યની પોલીસ અને સરકાર ઉપર ભરોસો નથી

હાલમાં વડોદરાના ભાયલીમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે પશ્ચિમ બગળામાં બળાત્કાર થયો હતો. ત્યારે અહીંના મુખ્યમંત્રી ઘરણા પર બેઠા હતા. પરંતુ જો ગુજરાતમાં બળાત્કાર થાય તો અહીંની સરકાર મૌન બેઠી છે. સરકારી તંત્રને વખોળતા તેમણે કહ્યું કે, હવે આપણે આપણી બાળકીઓની રક્ષા આપણે પોતે જ કરવી પડશે. કેમ કે, રાજ્યની પોલીસ અને સરકાર ઉપર હવે કોઈને ભરોસો રહ્યો નથી.

પોલીસ અધિકારીઓને સરકાર તરફથી કોઈ સહકાર મળતો નથી

તેમણે સરકારને બાનમાં લેતા કહ્યું કે, રાજ્યમાં કોઈ પણ ઘટના બને, અહીંના પોલીસ અધિકારીઓને સરકાર તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના લીધે પોલીસ અધિકારીઓ દિલથી કામ કરતા નથી. જેથી આવી ઘટનાઓ અવાર નવાર બને છે.