AMC કમિશનરે 2025-26નું 14, 000 કરોડનું ડ્રાફ્ટ બજેટ કર્યુ રજૂ
AMC કમિશનર એમ થેન્નારસને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. AMCના 2025-26ના બજેટમાં રૂપિયા 3,200 કરોડનો અધધધ વધારો કરવામાં આવ્યો છે. AMCએ 2025-26 માટે 14,000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક વિકાસલક્ષી કામો શહેરામાં કરવામાં આવશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે.અમદાવાદમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે નમો વન બનાવવામાં આવશે તો શહેરમાં 227 કરોડ રૂપિયાના ખર્ચે 51 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાશે. રૂપિયા 97 કરોડના ખર્ચે CG રોડની આસપાસના 3 રોડ બનાવવામાં આવશે. અમદાવાદમાં નવા 22 ગાર્ડન પણ તૈયાર કરવામાં આવશે. આ સિવાય AI અને GIS અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે. AMC માટે નવું ડેટા સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે. ત્યારે ભદ્ર પ્લાઝા પરિસરને રીડેવલપ કરવા માટે 10 કરોડનો ખર્ચા કરવામાં આવશે. કાંકરિયામાં નવી 2 ટોય ટ્રેન ખરીદવાની જોગવાઈ આ સિવાય શહેરના લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે અને નવા પાંચ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવશે. SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનાવાશે. રિવરફ્રન્ટ ઈન્દીરા બ્રિજ સુધી વિકસાવવા માટે 1,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કાંકરિયામાં નવી બે ટોય ટ્રેન ખરીદવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન ચીમનભાઈ બ્રિજ વાઈડનિંગ અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન કાલુપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન એસ.જી હાઈવે ક્રોસ સાણંદ ચોકડી થતાં અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર ફ્લાય ઓવરબ્રિજ અમદાવાદ શહેરમાં વધુ 5 નવા ઓવર અને અંડર બ્રિજ બનાવાશે ઈસ્કોન બ્રિજ- 250 કરોડના ખર્ચે સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર ફ્લાય ઓવર બ્રિજ- 80 કરોડના ખર્ચે એસ.પી.રિંગરોડ પર રાજપથ રંગોલી જંક્શન અંડર પાસ - 35 કરોડના ખર્ચે પંચવટી જંક્શન ઓવરબ્રિજ - 90 કરોડના ખર્ચે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMC કમિશનર એમ થેન્નારસને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. AMCના 2025-26ના બજેટમાં રૂપિયા 3,200 કરોડનો અધધધ વધારો કરવામાં આવ્યો છે. AMCએ 2025-26 માટે 14,000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક વિકાસલક્ષી કામો શહેરામાં કરવામાં આવશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે.
અમદાવાદમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે
શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે નમો વન બનાવવામાં આવશે તો શહેરમાં 227 કરોડ રૂપિયાના ખર્ચે 51 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાશે. રૂપિયા 97 કરોડના ખર્ચે CG રોડની આસપાસના 3 રોડ બનાવવામાં આવશે. અમદાવાદમાં નવા 22 ગાર્ડન પણ તૈયાર કરવામાં આવશે. આ સિવાય AI અને GIS અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે. AMC માટે નવું ડેટા સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે. ત્યારે ભદ્ર પ્લાઝા પરિસરને રીડેવલપ કરવા માટે 10 કરોડનો ખર્ચા કરવામાં આવશે.
કાંકરિયામાં નવી 2 ટોય ટ્રેન ખરીદવાની જોગવાઈ
આ સિવાય શહેરના લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે અને નવા પાંચ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવશે. SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનાવાશે. રિવરફ્રન્ટ ઈન્દીરા બ્રિજ સુધી વિકસાવવા માટે 1,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કાંકરિયામાં નવી બે ટોય ટ્રેન ખરીદવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન
- ચીમનભાઈ બ્રિજ વાઈડનિંગ
- અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
- કાલુપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
- સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
- એસ.જી હાઈવે ક્રોસ સાણંદ ચોકડી થતાં અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર ફ્લાય ઓવરબ્રિજ
અમદાવાદ શહેરમાં વધુ 5 નવા ઓવર અને અંડર બ્રિજ બનાવાશે
- ઈસ્કોન બ્રિજ- 250 કરોડના ખર્ચે
- સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર ફ્લાય ઓવર બ્રિજ- 80 કરોડના ખર્ચે
- એસ.પી.રિંગરોડ પર રાજપથ રંગોલી જંક્શન અંડર પાસ - 35 કરોડના ખર્ચે
- પંચવટી જંક્શન ઓવરબ્રિજ - 90 કરોડના ખર્ચે