Ambalal Patelની વરસાદને લઈ આગાહી, 10 જૂનની આસપાસ ધીમી ગતિએ ચોમાસું બેસશે

Jun 1, 2025 - 12:00
Ambalal Patelની વરસાદને લઈ આગાહી, 10 જૂનની આસપાસ ધીમી ગતિએ ચોમાસું બેસશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવુ છે કે, રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થશે અને 10 જૂન આસપાસ ધીમી ગતિએ ચોમાસું બેસશે અને રાજ્યમાં ચોમાસુ એકંદરે સારું રહેવાની આગાહી છે, તો બીજી તરફ 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની શક્યતા છે, 18 જૂન પછી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે અને બંગાળ ઉપસાગરમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે જેના કારણે સારો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

21 થી 23 જૂન સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 21 થી 23 જૂન સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને જુલાઈમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે, 31 જુલાઈ સુધી રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે અને ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થશે આ વરસાદ, જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા છે અને રાજ્યમાં ચોમાસુ એકંદરે સારું રહેવાની આગાહી છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા : અંબાલાલ પટેલ

ગુજરાતમાં 21થી 23 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. 10થી 12 જૂન મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે. સાથે જ 13 જૂનથી 15 જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની શક્યતા છે. દેશના પૂર્વ ભાગ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સારૂં રહેશે એટલે કે ખેડૂતો માટે સારા સામાચાર કરી શકાય.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0