Ambalal Patelની આગાહી, નવેમ્બરના છેલ્લા સપ્તાહની આસપાસ ઠંડીની થશે શરૂઆત
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે,રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો નથી જોવા મળતો પરંતુ 15 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ઘટવાની સંભાવના સેવાઈ રહી છે,19 થી 22 નવેમ્બરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શકયતા થશે તો 22 નવેમ્બરથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શકયતા છે.22થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપ સાગરમા ચક્રવાત બનવાની શક્યતા પણ દેખાઈ રહી છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહ આસપાસ ઠંડીની શરૂઆ થશે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડી પડવાની શરૂઆત થશે ત્યારે ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીની શકયતા રહેશે તો 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે,27 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે,ગુજરાતમા ન્યૂનતમ તાપમાન કેટલાક ભાગોમાં 8 ડિગ્રી થયી જવાની શકયતા છે,શિયાળામાં ગરમી પડતાં રવી પાકો ઉપર વિપરીત અસરો થશે તેમજ ઘઉંમા ઓપ્ટિમમ તાપમાન 20 થી 25 ડિગ્રી હોય તો સારું કહેવાય. રવી પાકને થશે નુકસાન ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે. વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે,રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો નથી જોવા મળતો પરંતુ 15 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ઘટવાની સંભાવના સેવાઈ રહી છે,19 થી 22 નવેમ્બરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શકયતા થશે તો 22 નવેમ્બરથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શકયતા છે.22થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપ સાગરમા ચક્રવાત બનવાની શક્યતા પણ દેખાઈ રહી છે.
નવેમ્બરના છેલ્લા સપ્તાહ આસપાસ ઠંડીની શરૂઆ થશે
નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડી પડવાની શરૂઆત થશે ત્યારે ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીની શકયતા રહેશે તો 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે,27 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે,ગુજરાતમા ન્યૂનતમ તાપમાન કેટલાક ભાગોમાં 8 ડિગ્રી થયી જવાની શકયતા છે,શિયાળામાં ગરમી પડતાં રવી પાકો ઉપર વિપરીત અસરો થશે તેમજ ઘઉંમા ઓપ્ટિમમ તાપમાન 20 થી 25 ડિગ્રી હોય તો સારું કહેવાય.
રવી પાકને થશે નુકસાન
ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.
ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ
ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.
વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.