Ambalal Patel : 10 જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત તરફ પહોંચશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, 6 થી 7 દિવસ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, સાથે સાથે 10 થી 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થશે.
13 જૂન બાદ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 22 જૂન સુધીમાં ચોમાસુ ગુજરાત-ઉ.ભારતને આવરી લેશે અને 21, 22 અને 23 જૂને ગુજરાતમાં વરસાદ થશે અને 24 થી 30 જૂન સુધીમાં પણ ગુજરાતમાં વરસાદ થશે અરબ સાગરના ભેજના કારણે આગામી 6 થી 7 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે સાથે ઉત્તર ભારત અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની સંભાવના છે તો ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ 41 ડિગ્રી જેટલું રહેશે.
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ 38 થી 39 ડિગ્રી જેટલું રહેશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં મહતમ તાપમાન 35 થી 36 ડિગ્રી જેટલું રહેશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમા 34 ડિગ્રી જેટલું તાપમાન રહેશે તો તારીખ 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે કર્ણાટકમાં ભારે વરસાદ પડશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે, પશ્ચિમના કેટલાક ભાગોમાં 200 ml જેટલો વરસાદ થશે.
સરકારમાં ફેરફાર થવાના યોગ છે : અંબાલાલ પટેલ
રાજકીય પરિસ્થિતિને અંબાલાલ પટેલે આગાહી કરી છે, રાજ્યમાં આંદોલન અને હડતાળ અંગે કરી આગાહી અને તેમનું કહેવું છે કે, સરકારમાં ફેરફાર થવાના યોગ છે અને કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર થઇ શકે છે.
ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
આગામી 7 દિવસ ગરમીમાં વધારો થશે તો ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં મહતમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે અને દરિયા કિનારાના ભાગોમાં 34 ડીગ્રી સેલ્સિયસની શક્યતા છે, ઉ.ગુજરાતના ભાગોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને સૂકા પવનો ફૂંકાવાના કારણે ચોમાસામાં બ્રેક પડી શકે છે.
What's Your Reaction?






