Ambalal Patel : નવરાત્રીના સમયે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીના સમયે વરસાદને લઈ આગાહી કરી છે,આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે,નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયોના રંગમા ભંગ પડી શકે છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજયના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આ વખતે નવરાત્રીના સમયે વરસાદ વરસી શકે છે.ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહે તેવી શકયતાઓ છે એટલે નવરાત્રીમાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે,દિવાળીના સમય સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઓ છે. રાજયમાં આજે વરસાદી માહોલ રહેશે યથાવત્ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે વડોદરા, પંચમહાલમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.આણંદ, નડિયાદમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે અમદાવાદ,સોરાષ્ટ્ર-કચ્છ સહિત સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ સારો થઈ શકે છે.13 સપ્ટેમ્બરથી રાજયમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે સાથે સાથે નવી સિસ્ટમ સક્રિય થતા ડીપ ડિપ્રેશન બનશે,16 સપ્ટેમ્બર સુધી રાજયમાં વરસી શકે છે વરસાદ. 22 સપ્ટેમબરે નવી સિસ્ટમ સક્રિય થશે હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલની આગાહી મૂજબ રાજયમાં 22 સપ્ટેમ્બરે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે,આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે,નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભવાનાઓ સેવાઈ રહી છે. ખેડા, આણંદ, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી ખેડા, આણંદ, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ પંમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી છે. ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી તથા કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ બોટાદ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી છે. તથા જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં હળવા વરસાદની આગાહી છે.

Ambalal Patel : નવરાત્રીના સમયે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીના સમયે વરસાદને લઈ આગાહી કરી છે,આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે,નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયોના રંગમા ભંગ પડી શકે છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

રાજયના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આ વખતે નવરાત્રીના સમયે વરસાદ વરસી શકે છે.ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહે તેવી શકયતાઓ છે એટલે નવરાત્રીમાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે,દિવાળીના સમય સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઓ છે.

રાજયમાં આજે વરસાદી માહોલ રહેશે યથાવત્

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે વડોદરા, પંચમહાલમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.આણંદ, નડિયાદમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે અમદાવાદ,સોરાષ્ટ્ર-કચ્છ સહિત સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ સારો થઈ શકે છે.13 સપ્ટેમ્બરથી રાજયમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે સાથે સાથે નવી સિસ્ટમ સક્રિય થતા ડીપ ડિપ્રેશન બનશે,16 સપ્ટેમ્બર સુધી રાજયમાં વરસી શકે છે વરસાદ.

22 સપ્ટેમબરે નવી સિસ્ટમ સક્રિય થશે

હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલની આગાહી મૂજબ રાજયમાં 22 સપ્ટેમ્બરે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે,આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે,નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભવાનાઓ સેવાઈ રહી છે.

ખેડા, આણંદ, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી

ખેડા, આણંદ, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ પંમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી છે. ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી તથા કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ બોટાદ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી છે. તથા જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં હળવા વરસાદની આગાહી છે.