Ambalal Patelની મોટી આગાહી, ગુજરાતમાં ગરમીની સાથે ઠંડીની થશે શરૂઆત
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને ઠંડીને લઈ મોટી આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ટકરાશે જેની અસર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં દેખાશે.હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે જે 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શકયતા સાથે આવી શકે તેમ છે.સરહદના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.25 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે : અંબાલાલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ પડી શકે ચે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે,7 થી 13 નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે સાથે સાથે 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સર્જાઈ શકે છે જેને લઈ તેની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં થઈ શકે છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે. વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને ઠંડીને લઈ મોટી આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ટકરાશે જેની અસર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં દેખાશે.હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે જે 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શકયતા સાથે આવી શકે તેમ છે.સરહદના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
25 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે : અંબાલાલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ પડી શકે ચે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે,7 થી 13 નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે સાથે સાથે 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સર્જાઈ શકે છે જેને લઈ તેની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં થઈ શકે છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે.
વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.