Ambaji મંદિરમાં આવતીકાલથી ભાદરવી પૂનમનો મેળો થશે શરૂ, મંદિર દ્રારા કરાઈ વ્યવસ્થા

આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે,ત્યારે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ છે.ભકતોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય,દિવાલી બા સદન,અને ગબ્બર તળેટીથી મળી રહેશે,આ મેળામાં હજારોની સંખ્યામાં ભકતો આવતા હોય છે અને માતાના દર્શન કરતા હોય છે. આવતીકાલથી મેળાની થશે શરૂઆત આવતીકાલથી માં જગત જનની અંબાનો ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તોનો જમાવડો રહશે યાત્રાધામ અંબાજી ખાતે. ભક્તો દૂર દૂરથી સેંકડો kmની પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી લઈને 18 તારીખ સુધી મહામેળામા શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારાથી ગુંજી ઊઠશે. ભોજનની પણ કરાઈ વ્યવસ્થા ભાદરવી પૂનમનો મહા મેળાને લઈને વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાલુઓ ને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી અંબાજીમા આવી અને માતાજીના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ ની સુરક્ષા સલામતી સાથે વિસામાં પીવાના પાણી,ટોયલેટ, ભોજન સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ત્રણ જગ્યાએ નિશુલ્ક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભક્તો નિશુલ્ક ભોજન નો લાભ લઈ શકશે. આરતીના સમયમાં ફેરફાર મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શન નાં સમય માં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળા નાં મેળાના સાતે દિવસ સવાર ની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. 

Ambaji મંદિરમાં આવતીકાલથી ભાદરવી પૂનમનો મેળો થશે શરૂ, મંદિર દ્રારા કરાઈ વ્યવસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે,ત્યારે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ છે.ભકતોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય,દિવાલી બા સદન,અને ગબ્બર તળેટીથી મળી રહેશે,આ મેળામાં હજારોની સંખ્યામાં ભકતો આવતા હોય છે અને માતાના દર્શન કરતા હોય છે.

આવતીકાલથી મેળાની થશે શરૂઆત

આવતીકાલથી માં જગત જનની અંબાનો ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તોનો જમાવડો રહશે યાત્રાધામ અંબાજી ખાતે. ભક્તો દૂર દૂરથી સેંકડો kmની પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી લઈને 18 તારીખ સુધી મહામેળામા શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારાથી ગુંજી ઊઠશે.


ભોજનની પણ કરાઈ વ્યવસ્થા

ભાદરવી પૂનમનો મહા મેળાને લઈને વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાલુઓ ને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી અંબાજીમા આવી અને માતાજીના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ ની સુરક્ષા સલામતી સાથે વિસામાં પીવાના પાણી,ટોયલેટ, ભોજન સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ત્રણ જગ્યાએ નિશુલ્ક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભક્તો નિશુલ્ક ભોજન નો લાભ લઈ શકશે.

આરતીના સમયમાં ફેરફાર

મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શન નાં સમય માં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળા નાં મેળાના સાતે દિવસ સવાર ની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.