Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજીના આકાશે ઝળહળ્યા આદ્યાત્મિક પ્રતીકો, ભક્તોમાં ઉઠ્યો જયઘોષ

Sep 6, 2025 - 09:00
Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજીના આકાશે ઝળહળ્યા આદ્યાત્મિક પ્રતીકો, ભક્તોમાં ઉઠ્યો જયઘોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં 400 ડ્રોનથી ઝગમગ્યો અંબાજીનો અધ્યાત્મિક મહિમા, ભાદરવી પૂનમના કારણે ભકતોનું ઘોડાપૂર અંબાજીમાં ઉમટી રહ્યું છે અને ભકતો જય અંબેના નાદ સાથે અંબાજી પહોંચી રહ્યા છે, ભાદરવી પૂનમ મહામેળામાં પાંચમા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા ભવ્ય "ડ્રોન લાઇટ શો" યોજાયો હતો.

અંબાજી મંદિરમાં યોજાયો ડ્રોન શો

જેમાં એક સાથે ૪૦૦ ડ્રોન થકી માતાજીનું મુખારવિંદ, માતાજીની પાદુકા, પગપાળા સંઘ, શિવજીનો અભિષેક, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જય અંબે જેવા આધ્યાત્મિક પ્રતીકો આકાશમાં ઝળહળી ઉઠ્યા હતા. ડ્રોન શૉ થી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો.જેને જોઈ માઇભકતો દંગ રહી ગયા હતા અને સ્વયંભૂ બોલ માડી અંબે જય જય અંબે નો જયઘોષ ગૂંજી ઉઠ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0