Ambaji મંદિરમાં રાજવી પરિવારની હાજરીમાં આઠમનો હવન અને ઝવેરા વિધિ કરાઈ
ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આધ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં આસો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. આજે આઠમ હોઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં આઠમનો નવચંડી યજ્ઞ અંબાજી મંદિરની હવન શાળામાં પણ સવારે નવચંડી યજ્ઞ શરૂ થયો હતો. દાંતાનો રાજવી પરિવાર આઠમના દિવસે ખાસ અંબાજી આવતો હોય છે. અંબાજી પાસેના આદિવાસી પરિવારો દાંતા રાજાનુ સામૈયું કરતા હોય છે. અંબાજી મંદિરમાં આજે બપોરે ઝવેરા વિધિ થઈ અને બપોર બાદ આઠમના હવનની પૂર્ણાહુતિ દાંતાના રાજાના હસ્તે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો નારીયલ અને ઘી હોમતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગ ફૂલોથી શણગારવામાં આવ્યું આજે આઠમ નિમિત્તે અંબાજી મંદિરમાં વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે સવારે અંબાજી મંદિરની હવન શાળામાં નવચંડી યજ્ઞ શરૂ થયો, ત્યારે દાંતાના રાજા હવનમાં પુરા પરિવાર સાથે જોડાયા હતા. દાંતાનો રાજવી પરિવાર 850 વર્ષથી માતાજીની કરે છે પૂજા અર્ચના અંબાજી મંદિરમાં બપોરે સારા મુહૂર્તમાં ભટ્ટજી મહારાજની હાજરીમાં ઝવેરા વિધિ યોજાઈ હતી. આજે બપોર બાદ અંબાજી મંદિરની હવન શાળામાં આઠમના હવનની પૂર્ણાહૂતિ કરાઈ હતી. દાંતાના રાજા રિદ્ધિરાજ સિંહે જણાવ્યું કે, અમારા પરિવાર દ્વારા 850 વર્ષ કરતા વધુ સમયથી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દાંતાના રાજાએ વિશેષ પૂજા અને આરતી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આધ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં આસો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. આજે આઠમ હોઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરમાં આઠમનો નવચંડી યજ્ઞ
અંબાજી મંદિરની હવન શાળામાં પણ સવારે નવચંડી યજ્ઞ શરૂ થયો હતો. દાંતાનો રાજવી પરિવાર આઠમના દિવસે ખાસ અંબાજી આવતો હોય છે. અંબાજી પાસેના આદિવાસી પરિવારો દાંતા રાજાનુ સામૈયું કરતા હોય છે. અંબાજી મંદિરમાં આજે બપોરે ઝવેરા વિધિ થઈ અને બપોર બાદ આઠમના હવનની પૂર્ણાહુતિ દાંતાના રાજાના હસ્તે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો નારીયલ અને ઘી હોમતા જોવા મળ્યા હતા.
અંબાજી મંદિરને રંગબેરંગ ફૂલોથી શણગારવામાં આવ્યું
આજે આઠમ નિમિત્તે અંબાજી મંદિરમાં વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે સવારે અંબાજી મંદિરની હવન શાળામાં નવચંડી યજ્ઞ શરૂ થયો, ત્યારે દાંતાના રાજા હવનમાં પુરા પરિવાર સાથે જોડાયા હતા.
દાંતાનો રાજવી પરિવાર 850 વર્ષથી માતાજીની કરે છે પૂજા અર્ચના
અંબાજી મંદિરમાં બપોરે સારા મુહૂર્તમાં ભટ્ટજી મહારાજની હાજરીમાં ઝવેરા વિધિ યોજાઈ હતી. આજે બપોર બાદ અંબાજી મંદિરની હવન શાળામાં આઠમના હવનની પૂર્ણાહૂતિ કરાઈ હતી. દાંતાના રાજા રિદ્ધિરાજ સિંહે જણાવ્યું કે, અમારા પરિવાર દ્વારા 850 વર્ષ કરતા વધુ સમયથી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દાંતાના રાજાએ વિશેષ પૂજા અને આરતી કરી હતી.