Ambajiમાં પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા, ત્રીજી આંખ દ્વારા લોકો પર નજર

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાઈ રહ્યો છે. સાત દિવસિય આ મહામેળામાં ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રિકો પદયાત્રા ખેડી અંબાજી ખાતે પહોંચશે.માં અંબાના ધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી મહા કુંભનો આરંભ ત્યારે અંબાજીમાં આવનાર લાખો પદયાત્રિકોની સુરક્ષાને લઈ બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજ્જ થઈ છે અને લાખો લોકો પર નજર રાખી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી મહા કુંભનો આરંભ થઈ ચૂક્યો છે. આ મહા કુંભમાં ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી લાખો માઈ ભક્તો પદયાત્રા કરી માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે અને આર્શીવાદ લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં લગભગ 5 લાખથી વધુ લોકોએ માં અંબાના દર્શન કર્યા છે અને હજુ લાખોની સંખ્યામાં ભક્તો પહોંચશે તેવી આશા છે. 650 સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ અંબાજી વિસ્તારમાં રાખી રહી છે નજર આ સાત દિવસમાં અંબાજીમાં લાખો લોકોનું ઘોડાપૂર ઉમટશે. ત્યારે આ લાખો લોકોની સુરક્ષાની જવાબદારી બનાસકાંઠા પોલીસના શીરે હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ તો કરવામાં આવી જ રહ્યું છે, પરંતુ સાથે સાથે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી પણ બનાસકાંઠા પોલીસ જવાનો સજ્જ થયા છે. પોલીસ દ્વારા અંબાજી વિસ્તારમાં 650 અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા, બે ડ્રોન કેમેરા અને 20 જેટલા બોડીવોર્ન કેમેરા થકી બનાસકાંઠા પોલીસ કંટ્રોલરૂમમાંથી સીસીટીવીને આધારે અંબાજીમાં આવતા લાખો લોકો ઉપર બાજ નજર રાખી રહી છે. સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ સજ્જ કરાઈ સાથે જ પોલીસે આ સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ સજ્જ કરાઈ છે, જેથી પોલીસના ડેટાબેઝના આરોપીઓ મંદિર વિસ્તારમાં પ્રવેશે તો આ સિસ્ટમ તરત જ પોલીસને એલર્ટ કરે છે. જેથી પોલીસ આરોપીઓ પર તરત જ પગલાં લઈ શકે છે. ત્યારે મેળા દરમિયાન અંબાજી વિસ્તારમાં કોઈ ચોરી, ખિસ્સા કાતરું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજજ થઈને સતત લાખો લોકો પર એક જ સ્થળેથી નજર રાખી રહી છે.

Ambajiમાં પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા, ત્રીજી આંખ દ્વારા લોકો પર નજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાઈ રહ્યો છે. સાત દિવસિય આ મહામેળામાં ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રિકો પદયાત્રા ખેડી અંબાજી ખાતે પહોંચશે.

માં અંબાના ધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી મહા કુંભનો આરંભ

ત્યારે અંબાજીમાં આવનાર લાખો પદયાત્રિકોની સુરક્ષાને લઈ બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજ્જ થઈ છે અને લાખો લોકો પર નજર રાખી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી મહા કુંભનો આરંભ થઈ ચૂક્યો છે. આ મહા કુંભમાં ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી લાખો માઈ ભક્તો પદયાત્રા કરી માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે અને આર્શીવાદ લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં લગભગ 5 લાખથી વધુ લોકોએ માં અંબાના દર્શન કર્યા છે અને હજુ લાખોની સંખ્યામાં ભક્તો પહોંચશે તેવી આશા છે.

650 સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ અંબાજી વિસ્તારમાં રાખી રહી છે નજર

આ સાત દિવસમાં અંબાજીમાં લાખો લોકોનું ઘોડાપૂર ઉમટશે. ત્યારે આ લાખો લોકોની સુરક્ષાની જવાબદારી બનાસકાંઠા પોલીસના શીરે હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ તો કરવામાં આવી જ રહ્યું છે, પરંતુ સાથે સાથે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી પણ બનાસકાંઠા પોલીસ જવાનો સજ્જ થયા છે. પોલીસ દ્વારા અંબાજી વિસ્તારમાં 650 અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા, બે ડ્રોન કેમેરા અને 20 જેટલા બોડીવોર્ન કેમેરા થકી બનાસકાંઠા પોલીસ કંટ્રોલરૂમમાંથી સીસીટીવીને આધારે અંબાજીમાં આવતા લાખો લોકો ઉપર બાજ નજર રાખી રહી છે.

સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ સજ્જ કરાઈ

સાથે જ પોલીસે આ સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ સજ્જ કરાઈ છે, જેથી પોલીસના ડેટાબેઝના આરોપીઓ મંદિર વિસ્તારમાં પ્રવેશે તો આ સિસ્ટમ તરત જ પોલીસને એલર્ટ કરે છે. જેથી પોલીસ આરોપીઓ પર તરત જ પગલાં લઈ શકે છે. ત્યારે મેળા દરમિયાન અંબાજી વિસ્તારમાં કોઈ ચોરી, ખિસ્સા કાતરું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજજ થઈને સતત લાખો લોકો પર એક જ સ્થળેથી નજર રાખી રહી છે.