Air Indiaના બોઈંગ વિમાનને સસ્પેન્ડ કરવાની માગ, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, આ અરજીમાં સુરક્ષા ઓડિટ થવા સુધી એર ઈન્ડિયાના બોઈંગ વિમાનની સર્વિસને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત અને બાકી રહેલા જાળવણી કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં સુરક્ષા ઓડિટ ન થાય ત્યાં સુધી એર ઈન્ડિયાના બોઈંગ વિમાનના ઓપરેશનને સ્થગિત કરવાનો આદેશ જાહેર કરવો જોઈએ.
કોમર્શિયલ એરલાઈન્સના વિમાનોની સેફ્ટી ઓડિટ કરવામાં આવી જોઈએ
સુપ્રીમ કોર્ટમાં આ અરજી વકીલ અજય બંસલે દાખલ કરી છે. અરજીકર્તાએ કેન્દ્ર સરકાર, DGCA, એર ઈન્ડિયા અને BCASને પ્રતિવાદી બનાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સંચાલિત એર ઈન્ડિયા અને અન્ય કોમર્શિયલ એરલાઈન્સના વિમાનોની સેફ્ટી ઓડિટ કરવામાં આવી જોઈએ. જનહિત અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શુ પ્રતિવાદી નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા માટે તાત્કાલિક પગલા ઉઠાવવા માટે બંધાયેલા નથી, જેમાં ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા અધિકારી પણ સામેલ છે? શું નાગરિકોના અધિકારો અને જીવનની રક્ષા માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના કયા પગલાં લેવાની જરૂર છે?
શું આ તથ્યની તપાસ થવી જોઈએ કે ભારતના નાગરિક, જેમના અધિકાર એરલાઈન્સ દ્વારા જોખમમાં મુકવામાં આવી રહ્યા છે, તેઓ એવા વિમાનોનો કાફલો ચલાવી રહ્યા છે જે સલામતી અને વૈજ્ઞાનિક ચકાસણીને પૂર્ણ કરતા નથી? જણાવી દઈએ કે અરજદાર અજય બંસલ 20 મે 2025ના રોજ દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને વિમાનમાં ઘણી ખામીઓ જોવા મળી.
પ્લેન દુર્ઘટનામાં 270 લોકોના મોત
તમને જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 પેસેન્જર અને 30 ક્રુ મેમ્બરના સભ્ય હતા. વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તે સીટ નંબર 11A પર બેઠો હતો. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું પણ ટેકઓફની થોડી સેકન્ડો બાદ જ વિમાન ક્રેશ થયું હતું. ત્યારબાદ તેમાં આગ લાગી હતી.
What's Your Reaction?






