Ahmedabad:માનવઅંગ મળવાનો સિલસિલો યથાવત સતત સાતમા દિવસે વધુ બે ટુકડા મળ્યા

Jun 19, 2025 - 03:30
Ahmedabad:માનવઅંગ મળવાનો સિલસિલો યથાવત સતત સાતમા દિવસે વધુ બે ટુકડા મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમ લાઈનર 787-8ના તુટી પડવાની ઘટનાના સાતમા દિવસે પણ સિવિલ હોસ્પિટલ પાસે ડોક્ટર મેસ અને રેસિડેન્સિયલ હોસ્ટેલ કંમ્પાઉન્ડમાંથી માનવ અંગો મળી રહ્યા છે. બુધવારે વધુ બે માનવ શરીરના ટુકડા મળી આવ્યા છે. આ કારણોસર અહીંના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી- FSLમાં DNA ટેસ્ટિંગ, પ્રોફાઈલ મેચિંગ માટેની પ્રક્રિયા બેથી વધુ દિવસ માટે યથાવત રહેશે.

12મી જૂનને ગુરૂવારે એર ઈન્ડીયાની ફ્લાઈટ નંબર 171 દુર્ઘટના પછી પોલીસ, NDRF, SDRF અને ફાયર તંત્ર દ્વારા ઘટનાસ્થળ ઉપર સતત માનવ અંગો, વિમાનના પ્રવાસીઓની ચીજવસ્તુઓની શોધખોળ ચાલી રહી છે. જેના માટે હ્યુમન બોડી પાર્ટને શોધતા ટ્રેકર ડોગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી અર્થાત સોમવારથી આ ઘટના સ્થળ આસપાસથી સતત માનવ અંગો મળી રહ્યા છે. ઈન્વેસ્ટિગેશન ટીમમાં સામેલ ટોચના અધિકારીએ કહ્યુ કે, મંગળવારે છથી સાત જેટલા સોફ્ટ ઓર્ગન મળ્યા હતા. જેમાં આંગળી, હાથ-પગના ટુકડાનો સમાવેશ થાય છે. બુધવારે વધુ બે ટુકડા મળ્યા છે. અહીંથી જેટલા પણ માનવ અંગો મળે છે તેને બેગમાં પેક કરીને સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવે છે. જ્યાંથી તેના સેમ્પલ લઈને FSLમાં DNA ટેસ્ટિંગ હેઠળ મોકલવામાં આવે છે.

માનવ અંગોની ઓળખ વ્યવસ્થાપન સાથે જોડાયેલા તબીબે કહ્યુ કે, અહીંથી ગાંધીનગર સ્થિત FSL ખાતે DNA ટેસ્ટિંગ માટે 280થી વધારે માનવ અંગોના સેમ્પલ મોકલવામા આવ્યા છે. જેમાંથી 220 જેટલાનો રિપોર્ટ આવ્યો છે. તેમાં 16થી વધારે સેમ્પલ તો એક વ્યક્તિના હોય તેવા રિપોર્ટ છે. હવે જે નાના ટુકડાઓનુ પરીક્ષણ થઈ રહ્યુ છે તે ખુબ જ પડકારજનક છે. આ કારણોથી માનવ અવશેષોના DNA ટેસ્ટિમાં બે દિવસ કે તેથી વધુ સમય પણ થઈ શકે છે. જ્યાં સુધી માનવ અંગો મળ્યા કરશે ત્યાં સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે. જો કે, અત્યાર સુધીમાં કુલ 208 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. હવે 60 આસપાસની ઓળખ બાકી રહે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0