Ahmedabadમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, મહિલા પોલીસકર્મીનું થયું મોત
અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આ અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહનચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારી છે અને વાહનચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે.ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી ત્યારે પુર પાટ ઝડપે વાહનચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારતા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમનું મોત થયું છે. આ મહિલા પોલીસકર્મીની નામ શારદાબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. આ મહિલા પોલીસકર્મી બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન વાહનચાલકે ટક્કર મારી અને દુર્ઘટના બની છે. થોડા દિવસ પહેલા હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી આ પહેલા અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 2 સાયકલ સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ડો.અનીસ અને ક્રિશ્ના શુક્લાને કારચાલકે ટક્કર મારી હતી, જેમાં બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં થયો વધારો તમને જણાવી દઈએ કે અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના વારંવાર બનતી હોય છે. જેમાં કાર ચાલકો ફુલ સ્પીડમાં કાર હંકારીને બીજાના જીવને જોખમમાં મૂકી દે છે, બ્રિજ બની ગયા હોવાથી લોકો સ્પીડમાં વાહન ચલાવતા હોય છે. ત્યારે આવા રફતારના રાક્ષસો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નાગરિકો માગ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આ અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહનચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારી છે અને વાહનચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે.
ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
ત્યારે પુર પાટ ઝડપે વાહનચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારતા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમનું મોત થયું છે. આ મહિલા પોલીસકર્મીની નામ શારદાબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. આ મહિલા પોલીસકર્મી બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન વાહનચાલકે ટક્કર મારી અને દુર્ઘટના બની છે.
થોડા દિવસ પહેલા હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી
આ પહેલા અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 2 સાયકલ સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ડો.અનીસ અને ક્રિશ્ના શુક્લાને કારચાલકે ટક્કર મારી હતી, જેમાં બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં થયો વધારો
તમને જણાવી દઈએ કે અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના વારંવાર બનતી હોય છે. જેમાં કાર ચાલકો ફુલ સ્પીડમાં કાર હંકારીને બીજાના જીવને જોખમમાં મૂકી દે છે, બ્રિજ બની ગયા હોવાથી લોકો સ્પીડમાં વાહન ચલાવતા હોય છે. ત્યારે આવા રફતારના રાક્ષસો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નાગરિકો માગ કરી રહ્યા છે.