Ahmedabadમાં ફરી રફતારનો કહેર, કાર ડિવાઈડર કૂદી જતા 2 વ્યકિતના નિપજયા મોત

અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે,જેમાં અમદાવાદમાં કારની અડફેટે બે લોકોના મોત નિપજયા હોવાની વાત સામે આવી છે.નરોડા-દહેગામ રોડ પર આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,જેમાં કાર ડિવાઈડર કૂદીને રોડ પર આવી ગઈ હોવાની વાત છે તો એકટિવા લઈને બે લોકો જઈ રહ્યાં હતા અને તેમને કાર અથડાતા તેમના ઘટના સ્થળે મોત થયા છે,આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. કાર ચાલકને માર્યો માર ઘટના બનતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટયા હતા અને કારચાલકને માર માર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો,કાર ચાલક નશામાં હતો તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામા આવ્યો છે.કારચાલક ગોપાલ પટેલની પોલીસે અટકાયત કરી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે,કાર ચાલકે પોલીસે કહ્યું કે તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો.ત્યારે પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. નરોડા-દહેગામ રોડ પર બની ઘટના અમદાવાદમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઇવરે કેર વરસાવ્યો છે. અહીં દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં જતી રહેતા એક્ટિવામાં આવતા બે યુવકને ભયંકર રીતે અડફેટે લીધા હતા. બંને યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ કાર દહેગામથી નરોડા હાઈવે પર જતી હતી.રવિવારે રાત્રે વધુ એક આવા જ રફ્તારના રાજા બે નિર્દોષો માટે યમરાજ સાબિત થયો. દારૂના નશામાં અમદાવાદમાં પણ સર્જાયો હતો અકસ્માત અમદાવાદમાં 24 નવેમ્બર 2024ના રોજ ગોતામાં અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં બે સાયકલ સવાર કે જેઓ સાયકલિંગ કરવા નીકળ્યા હતા અને તેમને ઠોકર મારી નબીરો ફરાર થઈ ગયો હતો,ત્યારે આ નબીરાને અમદાવાદ એલસીબી ઝોન-1એ ઝડપી પાડયો છે.દારૂ પીધેલી હાલતમાં નબીરાએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.આરોપીને ઝડપીને પોલીસે તપાસ શરૂ કરી છે અને ગુના હેઠળ કારને પણ જપ્ત કરી છે. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Ahmedabadમાં ફરી રફતારનો કહેર, કાર ડિવાઈડર કૂદી જતા 2 વ્યકિતના નિપજયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે,જેમાં અમદાવાદમાં કારની અડફેટે બે લોકોના મોત નિપજયા હોવાની વાત સામે આવી છે.નરોડા-દહેગામ રોડ પર આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,જેમાં કાર ડિવાઈડર કૂદીને રોડ પર આવી ગઈ હોવાની વાત છે તો એકટિવા લઈને બે લોકો જઈ રહ્યાં હતા અને તેમને કાર અથડાતા તેમના ઘટના સ્થળે મોત થયા છે,આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

કાર ચાલકને માર્યો માર

ઘટના બનતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટયા હતા અને કારચાલકને માર માર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો,કાર ચાલક નશામાં હતો તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામા આવ્યો છે.કારચાલક ગોપાલ પટેલની પોલીસે અટકાયત કરી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે,કાર ચાલકે પોલીસે કહ્યું કે તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો.ત્યારે પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.


નરોડા-દહેગામ રોડ પર બની ઘટના

અમદાવાદમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઇવરે કેર વરસાવ્યો છે. અહીં દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં જતી રહેતા એક્ટિવામાં આવતા બે યુવકને ભયંકર રીતે અડફેટે લીધા હતા. બંને યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ કાર દહેગામથી નરોડા હાઈવે પર જતી હતી.રવિવારે રાત્રે વધુ એક આવા જ રફ્તારના રાજા બે નિર્દોષો માટે યમરાજ સાબિત થયો.

દારૂના નશામાં અમદાવાદમાં પણ સર્જાયો હતો અકસ્માત

અમદાવાદમાં 24 નવેમ્બર 2024ના રોજ ગોતામાં અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં બે સાયકલ સવાર કે જેઓ સાયકલિંગ કરવા નીકળ્યા હતા અને તેમને ઠોકર મારી નબીરો ફરાર થઈ ગયો હતો,ત્યારે આ નબીરાને અમદાવાદ એલસીબી ઝોન-1એ ઝડપી પાડયો છે.દારૂ પીધેલી હાલતમાં નબીરાએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.આરોપીને ઝડપીને પોલીસે તપાસ શરૂ કરી છે અને ગુના હેઠળ કારને પણ જપ્ત કરી છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.