વોંરટની બજવણી કરવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરી આરોપી ફરાર

અમદાવાદ,શનિવારઅમદાવાદના એ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જોધપુરમાં રહેતા આરોપીને ત્યાં વોરંટની બજવણી કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલ પર આરોપીએ હુમલો કરીને ફોનને ફેકીંને ફરાર થઇગયો હતો. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. એન ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ  તરીકે ફરજ બજાવતા જયવીરસિંહ હરદેવસિંહ  શુક્રવારે સાંજના  સમયે  જોધપુર રોઝવુડ ટાવર સામે આવેલા ગોપાલ આવાસમાં રહેતા કમલેશ પરમારને કોર્ટનું પકડ વોરંટ બજાવવા માટે ગયા હતા. આ સમયે કમલેશ પરમારે  જયવીરસિંહ સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો અને કપડા ફાડી નાખ્યા હતા. જેથી જયવીરસિંહે પોતાનો ફોન કાઢીને પોલીસ કંટેલ રૂમમાં જાણ કરવા કોલ કર્યો હતો ત્યારે કમલેશ પરમારે તેમનો ફોન છીનવીને ફેકી દીધો હતો.

વોંરટની બજવણી કરવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરી આરોપી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

અમદાવાદના એ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જોધપુરમાં રહેતા આરોપીને ત્યાં વોરંટની બજવણી કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલ પર આરોપીએ હુમલો કરીને ફોનને ફેકીંને ફરાર થઇગયો હતો. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

એન ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ  તરીકે ફરજ બજાવતા જયવીરસિંહ હરદેવસિંહ  શુક્રવારે સાંજના  સમયે  જોધપુર રોઝવુડ ટાવર સામે આવેલા ગોપાલ આવાસમાં રહેતા કમલેશ પરમારને કોર્ટનું પકડ વોરંટ બજાવવા માટે ગયા હતા. આ સમયે કમલેશ પરમારે  જયવીરસિંહ સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો અને કપડા ફાડી નાખ્યા હતા. જેથી જયવીરસિંહે પોતાનો ફોન કાઢીને પોલીસ કંટેલ રૂમમાં જાણ કરવા કોલ કર્યો હતો ત્યારે કમલેશ પરમારે તેમનો ફોન છીનવીને ફેકી દીધો હતો.