Ahmedabadમાં ગેરકાયદે ઢોર છોડાવનાર સામે AMCની તવાઈ, ઘાટલોડિયામાં આરોપીએ બનાવેલા ઢોરવાડા તોડી પડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ સામે કાર્યવાહી કરી રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે ઢોર છોડાવનાર એક આરોપી સામે કડક કાર્યવાહી કરી છે. કોર્પોરેશને ઘાટલોડિયા વિસ્તારમાં આરોપીએ પોતાના ઘરમાં બનાવેલા ગેરકાયદે ઢોરવાડાને તોડી પાડ્યા છે. આ સાથે જ તેના પાણી અને વીજળીના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે.
દર્શિલ દેસાઈ નામના શખ્સે ઢોર છોડાવી લીધા હતા
તા. 20 ઓગસ્ટના રોજ CNCD વિભાગની ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે દર્શિલ દેસાઈ નામના એક શખ્સે વાહન રોકીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પકડાયેલા ઢોરને છોડાવી લીધા હતા. આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે દર્શિલ દેસાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. હવે આ આરોપી સામે AMCએ પણ કડક વલણ અપનાવ્યું છે.
પાણી અને ઇલેક્ટ્રિક લાઇનના કનેક્શન પણ કપાયા
AMCએ ઘાટલોડિયામાં આવેલા તેના ઘરની અંદર ગેરકાયદેસર રીતે બનાવેલા ઢોરવાડાને જેસીબીની મદદથી તોડી પાડ્યા છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને રખડતા ઢોરનો ત્રાસ અટકે તે માટે AMC દ્વારા આ પ્રકારની કાર્યવાહીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ કડક પગલાંથી અન્ય લોકોને પણ ચેતવણી મળી છે કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ ન કરવો.
What's Your Reaction?






