Ahmedabadમાં કાર સીઝર એજન્ટોની લુખ્ખાગીરી, કાર માલિક પર ચાકુ અને લાકડીઓથી હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં કાર સીઝર એજન્ટોની દાદાગીરી સામે આવી છે. રિક્વરી એજન્ટોની ટોળકીએ કાર માલિક પર જીવલેણ હુમલો કર્યો છે. ચોલા મંડપમ ફાયનાન્સ કંપની વતી રિક્વરી કરનારા આર.જે.બ્રધર્સ કંપનીના એજન્ટોની દાદાગીરી સામે આવી છે. રિક્વરી કરનારા આ એજન્ટોની ટોળકીએ લાકડાના દંડા, છરી અને પથ્થરો વડે કાર માલિક પર હુમલો કર્યો હતો. કારની લોનના હપ્તા બાકી રહેતા કાર સીઝ કરવા માટે એજન્ટો ગયા હતા અને લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હતા.
3 લોકો સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
રિક્વરી એજન્ટો કાર સીઝ કરવા ગયા હતા, તે સમયે નવીન નાયક સાથે માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાઈ જઈને રિકવરી એજન્ટોએ 2 કારના કાચ પણ તોડી નાખ્યા હતા. મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ અને ટોયોટા ઈનોવા કારના કાચ એજન્ટોએ ફોડી નાખ્યા હતા અને કાર ચાલકને પણ માર માર્યો હતો. એજન્ટો અને કારચાલક વચ્ચે થયેલી મારમારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘેમર રબારી નામના યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે હાલમાં દિલીપ રાવલ, ઘેમર રબારી અને અન્ય 3 લોકો વિરૂદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બોટાદમાં લુખ્ખા તત્વોનો આતંક
બીજી તરફ બોટાદમાં લુખ્ખા તત્વોનો આતંક વધુ એક વખત સામે આવ્યો છે. ગઢડા રોડ પર ઈન્ડિયન પેટ્રોલ પંપની સામે રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી હતી. સ્કોર્પિયો ગાડીમાં આવીને બોટાદમાં માથાભારે શખ્સોએ ગઢડા રોડ પર તરખાટ મચાવ્યો હતો. આ લુખ્ખા તત્વો JCB સાથે આવીને મકાનની દિવાલ સહિત બાંધકામો તોડી પાડ્યા હતા. 6થી 7 વ્યક્તિઓએ મકાન માલિકને ઢોર માર માર્યાની પણ ફરિયાદ છે. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બંને ભાઈઓને સોનાવલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ માથાભારે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
What's Your Reaction?






