Ahmedabadમાં ઓડિટ વગર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 129 સ્કૂલોને ફટકારી નોટિસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ઓડિટ કરાવ્યા વગર ચાલતી ગ્રાન્ટેડ (અનુદાનિત) શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2023-24નું હિસાબી ઓડિટ બાકી રાખનાર શહેરની 129 જેટલી ગ્રાન્ટેડ શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં ઓડિટની પ્રક્રિયા પૂર્ણ ન કરાતાં વહીવટી તંત્રે હવે આકરું વલણ અપનાવ્યું છે.
3 વખત આદેશ આપ્યા છતાં બેદરકારી
તંત્ર દ્વારા અગાઉ ત્રણ-ત્રણ વખત સ્પષ્ટ આદેશો અને યાદીઓ આપવા છતાં પણ સંબંધિત શાળા સંચાલકો દ્વારા ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. શાળાઓની આ ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે 25 સપ્ટેમ્બર સુધીની આખરી મુદત (અલ્ટીમેટમ) આપી છે. આ સમયગાળા દરમિયાન તમામ હિસાબી ઓડિટ પૂર્ણ કરીને તેનો સત્તાવાર રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત રહેશે.
સંચાલક મંડળની અંગત જવાબદારી નક્કી કરાશે
શિક્ષણ વિભાગે આ આદેશ સાથે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 25 સપ્ટેમ્બર સુધીમાં ઓડિટની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. આ સાથે જ, ઓડિટ ન થવાના કિસ્સામાં ઊભી થનારી તમામ વિષમ પરિસ્થિતિઓ અને પરિણામોની અંગત જવાબદારી શાળાના સંચાલક મંડળની રહેશે. આ કાર્યવાહીથી અમદાવાદના શિક્ષણ આલમમાં અને શાળા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : Surat News : લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! રાંદેરના ઝેપ્ટો ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની છાસ અને બ્રેડ જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

