Ahmedabadમાં 62માંથી 31રોડ પર છ મહિના સુધી ફ્રી પાર્કિંગ પછી AMCખિસ્સા ખંખેરશે
AMCનું ઓન સ્ટ્રીટ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઇ જવાની પોલિસી પર કામ શરૂટ્રાફિક પોલીસની એનઓસી મળતા રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યાથી છૂટકારો મળશે ચોમાસા બાદ પાર્કિંગ સ્થળે પીળા પટ્ટા દોરાશે, પાર્કિંગ માટે રોડની સંખ્યા પણ સમયાંતરે વધશે શહેરમાં 44 લાખથી વધુ વાહનો છે, ત્યારે રસ્તા પર થતાં આડેધડ પાર્કિંગને ટાળવા માટે એએમસી દ્વારા વેન્ડિંગ પોલિસીની સાથેસાથે ઓન સ્ટ્રીટ એટલે, કે રસ્તા પર જ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઈ જવાની પોલિસી પર આયોજન શરૂ થઇ ગયું છે. જેના માટે મ્યુનિ.એ શહેરમાં પાર્કિંગ માટે ઉપોયગ કરી શકાય તેવા હાલ 62 રસ્તાની પસંદગી કરી ટ્રાફિક પોલીસ વિભાગને NOC માટે મોકલી આપ્યા હતા. જેમાંથી 31 રોડને ટ્રાફિક પોલીસની NOC મળતા ચોમાસા બાદ વાહન પાર્કિંગ માટે પીળા પટ્ટા મારવામાં આવશે. જેના પર છ મહિના સુધી વાહનનું ફ્રી પાર્કિંગ કરવા દેવાશે. ત્યારબાદ પે એન્ડ પાર્કના બોર્ડ મારી ચાર્જ વસૂલાશે. આ ચાર્જ સામાન્ય રહેશે તેવો તંત્રે દાવો કર્યો છે. અમદાવાદમાં આવા પાર્કિંગ માટેના વિવિધ રોડની સંખ્યા સરવે થયા પછી વધશે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીએ કહ્યું કે, ભવિષ્યમાં પે પાર્કિંગ વખતે ચાર્જ કેટલો હશે?, ચાર્જ કેવી રીતે વસૂલાશે? તે અંગે હાલ કહી શકાય નહીં. વાહન પાર્કિંગનો ચાર્જ સામાન્ય નાગરિકને પોસાય તે રીતે જ નક્કી કરાશે. મેન પાવરની જરૂર પડે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવાનું પણ આયોજન છે. મૂળ રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતાં લોકોને પાર્કિંગ સુધી લઇ જવા માટે મ્યુનિ. સમગ્ર સિસ્ટમ ડેવલપ કરી રહી છે. પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર ઝોનમાં સરવેની કામગીરી શરૂ થશે સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિ.ના સાત ઝોનમાંથી ત્રણ ઝોન પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર ઝોનમાં સરવે માટે ટેન્ડરથી બે કંપની પસંદ કરાઈ છે. બંને કંપનીને સપ્ટેમ્બરમાં સત્તાવાર વર્ક ઓર્ડર આપ્યા પછી સરવેની કામગીરી શરૂ કરી 9 મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે. જે તે સમયે ચાર ઝોનમાં ટેન્ડર ભરાયું ન હતું. આથી હાલ સરવેમાં જોડાયેલી બંને કંપનીના બે મહિનાના સરવે રિપોર્ટના આંકડા જોયા બાદ યોગ્ય લાગશે. તો બાકીના ચાર ઝોનમાં ટેન્ડર કર્યા વગર ભાવ નક્કી કરી આજ કંપનીને સરવેની કામગીરી સોંપાશે. મ્યુનિ.ના વિવિધ ઝોનના આ વિસ્તારોમાં પાર્કિંગના સ્થળો ઊભા કરાયા ઝોન પાર્કિંગ રસ્તાના નામ પશ્ચિમ :- ચંદ્રોદય સોસાયટીથી ટેનિસ કોર્ટ પશ્ચિમ :- સરદાર વલ્લભભાઇથી નવરંગ સર્કલ (એક બાજુનો રસ્તો) પશ્ચિમ :- IDFC બેંકની સામે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટરની પાછળ પશ્ચિમ :- અમરકુંજ AVCથી અનિકેતી કેપિટલ, ચાંદખેડા પશ્ચિમ :- માધવ વિહાર બંગ્લોઝથી V ટેક્સ હ્યુનડાઇ સર્વિસ રોડ, ચાંદખેડા પશ્ચિમ :- ચાંદખેડા અર્બન ચોક મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યુ રિંગ રોડ પશ્ચિમ :- ચાંદખેડા સિલ્વર એવન્યુથી સન સ્કવેર પશ્ચિમ :- ધ એમ્પોરિયમથી પેલેડિયમ બિઝનેસ હબ પશ્ચિમ :- સાબરમતી સહયોગ પ્લાઝા, ONGC સર્કલ નજીક પશ્ચિમ :- સાબરમતી ONGC સર્કલ્, આઉટસાઇડ પાર્કિંગ પ્લોટ F.P.353 પશ્ચિમ :- રાણીપ SV સ્કેવરથી સોલી-2 પશ્ચિમ :- રાણીપમાં ન્યૂ રાણીપ ગાર્ડનની ફરતે પશ્ચિમ :- રાણીપમાં હોમ ટાઉન-3 કોમર્શીયલની સામે પશ્ચિમ :- રાણીપ રતનદીપ ફલોરાથી નિશાન પ્રાઇડ(અપ ટુ સરદાર ચોક) પશ્ચિમ :- ટી.પી. રોડ પર રાણીપ સત્વ હોમસ 1,2 વચ્ચે દક્ષિણ :- જયમાલાથી ગોવિંદવાડી ચાર રસ્તાની (બંને સાઇડ) દક્ષિણ :- ચંડોળા તળાવથી ગોવિંદવાડી સર્કલ દ.-પશ્ચિમ :- શિવરંજની બ્રિજથી શ્યામલ ક્રોસ રોડ દ.-પશ્ચિમ :- ટી.પી.85 મેઇન રોડ, અમ્બર ટાવરથી ફતેહવાડી ચાલ સરખેજ દ.-પશ્ચિમ :- પોલીસ હેડક્વાર્ટર, મકરબાથી નેશનલ હાઇવે, સરખેજ દ.-પશ્ચિમ :- જીવરાજપાર્ક ક્રોશ રોડથી જીવરાજ પોલીસ ચોકી વેજલપૂર ઉ.-દક્ષિણ :- સોલા ભાગવતથી એસ.જી.હાઇવે ઉ.-દક્ષિણ :- NFD સર્કલથી જજિસ ક્રોસ રોડથી મધર ડેરી પૂર્વ :- કર્ણાવતી ક્રોસ રોડથી પાંજરાપોળ ક્રોસ રોડ(2 way) પૂર્વ :- સુકાન ક્રોસ રોડથી ભક્તિ સર્કલ (2 way) પૂર્વ :- ઓસિયા હાયપરમાર્ટની સામે પૂર્વ :- રાધે મોલથી ખોખરા સર્કલ ઉત્તર :- લુબી ઇન્ડસ્ટ્રીઝથી મેમ્કો ક્રોસ રોડ, ડાબી બાજુ ઉત્તર :- ઠક્કરબાપાનગર એપ્રોચથી વિજય પાર્ક ડાબી બાજુ ઉત્તર :- ઠક્કરબાપાનગર એપ્રોચથી વિજય પાર્ક જમણી બાજુ ઉત્તર :- બાપુનગર એસ.પી. ઓફિસથી બાપુનગર વોર્ડ ઓફિસ ડાબી બાજુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- AMCનું ઓન સ્ટ્રીટ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઇ જવાની પોલિસી પર કામ શરૂ
- ટ્રાફિક પોલીસની એનઓસી મળતા રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યાથી છૂટકારો મળશે
- ચોમાસા બાદ પાર્કિંગ સ્થળે પીળા પટ્ટા દોરાશે, પાર્કિંગ માટે રોડની સંખ્યા પણ સમયાંતરે વધશે
શહેરમાં 44 લાખથી વધુ વાહનો છે, ત્યારે રસ્તા પર થતાં આડેધડ પાર્કિંગને ટાળવા માટે એએમસી દ્વારા વેન્ડિંગ પોલિસીની સાથેસાથે ઓન સ્ટ્રીટ એટલે, કે રસ્તા પર જ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઈ જવાની પોલિસી પર આયોજન શરૂ થઇ ગયું છે.
જેના માટે મ્યુનિ.એ શહેરમાં પાર્કિંગ માટે ઉપોયગ કરી શકાય તેવા હાલ 62 રસ્તાની પસંદગી કરી ટ્રાફિક પોલીસ વિભાગને NOC માટે મોકલી આપ્યા હતા. જેમાંથી 31 રોડને ટ્રાફિક પોલીસની NOC મળતા ચોમાસા બાદ વાહન પાર્કિંગ માટે પીળા પટ્ટા મારવામાં આવશે. જેના પર છ મહિના સુધી વાહનનું ફ્રી પાર્કિંગ કરવા દેવાશે. ત્યારબાદ પે એન્ડ પાર્કના બોર્ડ મારી ચાર્જ વસૂલાશે. આ ચાર્જ સામાન્ય રહેશે તેવો તંત્રે દાવો કર્યો છે. અમદાવાદમાં આવા પાર્કિંગ માટેના વિવિધ રોડની સંખ્યા સરવે થયા પછી વધશે.
મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીએ કહ્યું કે, ભવિષ્યમાં પે પાર્કિંગ વખતે ચાર્જ કેટલો હશે?, ચાર્જ કેવી રીતે વસૂલાશે? તે અંગે હાલ કહી શકાય નહીં. વાહન પાર્કિંગનો ચાર્જ સામાન્ય નાગરિકને પોસાય તે રીતે જ નક્કી કરાશે. મેન પાવરની જરૂર પડે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવાનું પણ આયોજન છે. મૂળ રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતાં લોકોને પાર્કિંગ સુધી લઇ જવા માટે મ્યુનિ. સમગ્ર સિસ્ટમ ડેવલપ કરી રહી છે.
પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર ઝોનમાં સરવેની કામગીરી શરૂ થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિ.ના સાત ઝોનમાંથી ત્રણ ઝોન પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર ઝોનમાં સરવે માટે ટેન્ડરથી બે કંપની પસંદ કરાઈ છે. બંને કંપનીને સપ્ટેમ્બરમાં સત્તાવાર વર્ક ઓર્ડર આપ્યા પછી સરવેની કામગીરી શરૂ કરી 9 મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે. જે તે સમયે ચાર ઝોનમાં ટેન્ડર ભરાયું ન હતું. આથી હાલ સરવેમાં જોડાયેલી બંને કંપનીના બે મહિનાના સરવે રિપોર્ટના આંકડા જોયા બાદ યોગ્ય લાગશે. તો બાકીના ચાર ઝોનમાં ટેન્ડર કર્યા વગર ભાવ નક્કી કરી આજ કંપનીને સરવેની કામગીરી સોંપાશે.
મ્યુનિ.ના વિવિધ ઝોનના આ વિસ્તારોમાં પાર્કિંગના સ્થળો ઊભા કરાયા
ઝોન પાર્કિંગ રસ્તાના નામ
પશ્ચિમ :- ચંદ્રોદય સોસાયટીથી ટેનિસ કોર્ટ
પશ્ચિમ :- સરદાર વલ્લભભાઇથી નવરંગ સર્કલ (એક બાજુનો રસ્તો)
પશ્ચિમ :- IDFC બેંકની સામે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટરની પાછળ
પશ્ચિમ :- અમરકુંજ AVCથી અનિકેતી કેપિટલ, ચાંદખેડા
પશ્ચિમ :- માધવ વિહાર બંગ્લોઝથી V ટેક્સ હ્યુનડાઇ સર્વિસ રોડ, ચાંદખેડા
પશ્ચિમ :- ચાંદખેડા અર્બન ચોક મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યુ રિંગ રોડ
પશ્ચિમ :- ચાંદખેડા સિલ્વર એવન્યુથી સન સ્કવેર
પશ્ચિમ :- ધ એમ્પોરિયમથી પેલેડિયમ બિઝનેસ હબ
પશ્ચિમ :- સાબરમતી સહયોગ પ્લાઝા, ONGC સર્કલ નજીક
પશ્ચિમ :- સાબરમતી ONGC સર્કલ્, આઉટસાઇડ પાર્કિંગ પ્લોટ F.P.353
પશ્ચિમ :- રાણીપ SV સ્કેવરથી સોલી-2
પશ્ચિમ :- રાણીપમાં ન્યૂ રાણીપ ગાર્ડનની ફરતે
પશ્ચિમ :- રાણીપમાં હોમ ટાઉન-3 કોમર્શીયલની સામે
પશ્ચિમ :- રાણીપ રતનદીપ ફલોરાથી નિશાન પ્રાઇડ(અપ ટુ સરદાર ચોક)
પશ્ચિમ :- ટી.પી. રોડ પર રાણીપ સત્વ હોમસ 1,2 વચ્ચે
દક્ષિણ :- જયમાલાથી ગોવિંદવાડી ચાર રસ્તાની (બંને સાઇડ)
દક્ષિણ :- ચંડોળા તળાવથી ગોવિંદવાડી સર્કલ
દ.-પશ્ચિમ :- શિવરંજની બ્રિજથી શ્યામલ ક્રોસ રોડ
દ.-પશ્ચિમ :- ટી.પી.85 મેઇન રોડ, અમ્બર ટાવરથી ફતેહવાડી ચાલ સરખેજ
દ.-પશ્ચિમ :- પોલીસ હેડક્વાર્ટર, મકરબાથી નેશનલ હાઇવે, સરખેજ
દ.-પશ્ચિમ :- જીવરાજપાર્ક ક્રોશ રોડથી જીવરાજ પોલીસ ચોકી વેજલપૂર
ઉ.-દક્ષિણ :- સોલા ભાગવતથી એસ.જી.હાઇવે
ઉ.-દક્ષિણ :- NFD સર્કલથી જજિસ ક્રોસ રોડથી મધર ડેરી
પૂર્વ :- કર્ણાવતી ક્રોસ રોડથી પાંજરાપોળ ક્રોસ રોડ(2 way)
પૂર્વ :- સુકાન ક્રોસ રોડથી ભક્તિ સર્કલ (2 way)
પૂર્વ :- ઓસિયા હાયપરમાર્ટની સામે
પૂર્વ :- રાધે મોલથી ખોખરા સર્કલ
ઉત્તર :- લુબી ઇન્ડસ્ટ્રીઝથી મેમ્કો ક્રોસ રોડ, ડાબી બાજુ
ઉત્તર :- ઠક્કરબાપાનગર એપ્રોચથી વિજય પાર્ક ડાબી બાજુ
ઉત્તર :- ઠક્કરબાપાનગર એપ્રોચથી વિજય પાર્ક જમણી બાજુ
ઉત્તર :- બાપુનગર એસ.પી. ઓફિસથી બાપુનગર વોર્ડ ઓફિસ ડાબી બાજુ