Ahmedabad:ભ્રષ્ટાચારનો પર્યાય : પાલનપુરમાં રૂ. 98 કરોડના ખર્ચે બનેલા થ્રીલેગ એલિવેટેડ બ્રિજ પરથી પોપડો પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલનપુર શહેરમાં હાઈવે સર્કલ અને આબુ હાઈવે પર થતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધી બ્રિજ બનાવવાની લોકોની માંગ અભરાઈએ ચડાવી દેવાયો છે. ત્યારબાદ આરટીઓ સર્કલ પર થ્રીલેગ એલિવેટેડ બ્રિજ બનાવ્યો અને લોકાર્પણ કરાયું હતું. જ્યાં હવે બ્રીજના પાલનપુર તરફના લેફ્ટ સાઈડમાંથી પોપડું પડતા બ્રિજમાં હોલ પડી ગયેલ અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
પાલનપુરમાં હાઈવે સર્કલ પર ટ્રાફીક સમસ્યાના ઉકેલ માટે કરોડોનું આંધણ કરાયું છે તેમ છતા ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવી શક્યો નથી. અગાઉ આર એન્ડ બી દ્વારા ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ગઠામણ પાટીયાથી હનુમાન ટેકરી સુધી બ્રિજ બનાવવા માટે પ્લાન બનાવ્યો હતો. તેમજ જગાણાથી ચડોતર થઈ અને ખેમાણા સુધીનો બાયપાસ બને તે માટે પણ તૈયારી કરી હોવાનુ કહેવાય છે. તે કોઈપણ કારણોસર અટવાયુ. અને ત્યારબાદ હાઈવે સર્કલ થી અમદાવાદ તરફના માર્ગમાં ઓવરબ્રીજ બનાવ્યો.ફરીથી આરટીઓ સર્કલ પર બ્રિજ બનાવ્યો અને ત્યારબાદ ફરીથી હાઈવે સર્કલ પર લેફ્ટસાઈડ ડેડીકેટેડ લેનના નામે આશરે સાત કરોડનો ખર્ચ કરાયો છે. આમ કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ આજે પણ ટ્રાફીક સમસ્યા યથાવત છે.ત્યારે જે બ્રિજ પાછળ આશરે 98 કરોડનો ખર્ચ કરાયો છે. તે બ્રિજનુ લોકાર્પણ તામજામથી કરવામાં આવેલ અને પેંડા વહેચાયા હતા. તે બ્રીજના નિર્માણ સમયે બે યુવાનોનો ભોગ લેવાયો હતો.તેમાં કેસ થયો પણ તેમાંય જે થયુ તે લોકોમાં આજેપણ ચર્ચામાં છે. દરમ્યાન હવે આ બ્રિજના કામમાં ક્ષતિ રહી હોય તેમ ગોળાઈના ભાગે બ્રિજમાંથી એક મોટુ પોપડુ અચાનક પડતા નીચેથી પસાર થતા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ પોપડુ કેવી રીતે પડયુ અને કામગીરી બાબતે ઈન્સ્પેક્શન કરનાર અધિકારીના ઈન્સ્પેક્શન સામે પણ સવાલ ઉઠયા છે.
What's Your Reaction?






