Ahmedabad:બીડી અને બિહારની કોંગ્રેસની પોસ્ટ પર વિવાદ થયો, ભાજપે અપમાન ગણાવ્યું

Sep 6, 2025 - 01:30
Ahmedabad:બીડી અને બિહારની કોંગ્રેસની પોસ્ટ પર વિવાદ થયો, ભાજપે અપમાન ગણાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બિહારના રાજકારણમાં કોંગ્રેસના કેરળ એકમની એક ટિપ્પણીથી વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના કેરળ એકમે જીએસટી દરોમાં ફેરફાર બાબતે વિવાદિત પોસ્ટ કરી હતી.

પોસ્ટમાં લખ્યું હતું કે બીડી અને બિહાર બી થી શરૂ થાય છે અને હવે તેને પાપ ન માની શકાય. આ ટિપ્પણી બીડી પરના જીએસટી દરને ઘટાડવા સંદર્ભમાં હતી, પરંતુ તેની ભાષાએ આખા બિહારને નિશાન પર લાવી દીધું. જોકે, કોંગ્રેસે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે રાજકીય હોબાળો શરૂ કરી દીધો હતો. બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપ નેતા સમ્રાટ ચૌધરીએ આ ટિપ્પણીને આખા બિહારનું અપમાન ગણાવી. તેમણે એક્સ પર લખ્યું, પહેલાં અમારા પૂજ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શ્રદ્ધેય માતાનું અપમાન અને હવે આખા બિહારનું અપમાન, આ જ કોંગ્રેસનું સાચું ચરિત્ર છે, જે વારંવાર દેશની સામે ઉજાગર થઈ રહ્યું છે. નીતીશકુમારના જેડીયુના સભ્ય સંજયકુમાર ઝાએ પણ કોંગ્રેસ પર નિશાન સાધતાં તેને વિપક્ષી દળ દ્વારા વધુ એક ખૂબ જ શરમજનક કૃત્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે હું આપને જણાવી દઉં કે બીનો અર્થ માત્ર બીડી નથી, તેનો મતલબ બુદ્ધિ પણ છે, જેનો તમારી પાસે અભાવ છે. બીનો અર્થ બજેટ પણ થાય છે, જેમાં બિહારને વિશેષ સહાયતા મળતાં તમને ઈર્ષ્યા કરાવે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પુનાવાલાએ પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસે ફરી રેખા પાર કરી દીધી છે. તેમણે કહ્યું, હવે બિહારની તુલના બીડી સાથે કરી. શું તેજસ્વી આનું સમર્થન કરે છે?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0