Ahmedabadની સ્ટર્લિંગ હોસ્પિટલ વિવાદમાં, પરિવારજનોને મૃતદેહ આપવાનો કર્યો ઈન્કાર
અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ ભારે વિવાદ થયો છે અને પરિવારજનોએ સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દર્દીને મૃત જાહેર કર્યા બાદ પણ હોસ્પિટલે બોડી આપવા મુદ્દે હેરાન કર્યા છે.સ્ટર્લિંગ હોસ્પિટલનો રેકોર્ડ ખરાબ ન થાય તે માટે કર્યો પ્રયાસ અમદાવાદ ગુરુકુળ પાસે આવેલી મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પુષ્પાબેન દરજી નામની મહિલાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, તેમનું સારવાર દરમિયાન સવારમાં મોત થયું હોવાનું ત્યાંના તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા મૃતક પુષ્પાબેનના મૃતદેહને સોંપવામાં આવ્યો ન હતો. મૃતક દર્દીનું વેન્ટિલેટર સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાઢવાના બદલે અન્ય હોસ્પિટલમાં મોકલી મૃત જાહેર કરાવવાનું હોસ્પિટલે કાવતરું કર્યું હતું. મોત બાદ ડોક્ટર વિઝીટનું 23 હજારનું બીલ આપ્યાનો આક્ષેપ સ્ટર્લિંગ હોસ્પિટલનો રેકોર્ડ ખરાબ ના થાય તે માટે દર્દીને અન્ય હોસ્પિટલમાં મૃત જાહેર કરાવવા હોસ્પિટલે કાવતરું કર્યું હતું. સ્ટર્લિંગના ડોક્ટરોએ પોતાની હોસ્પિટલને બદલે અન્ય નાની હોસ્પિટલમાં દર્દીને લઈ જઈને વેન્ટીલેટર કઢાવવા દબાણ કર્યું હતું. આ સિવાય દર્દીના મોત બાદ પણ બિલમાં સત્તત વધારો કરવામાં આવ્યો હતો. જોકે સવારમાં મૃતકના પરિવારજનોને રૂપિયા 1,65,000 બિલ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન તબીબે મુલાકાત લીધી હોવાનો 23,000 રૂપિયા જેટલો બીજો અન્ય ચાર્જ ઉમેરવામાં આવતા મૃતક મહિલા પુષ્પાબેન દરજીના પરિવારજનો દ્વારા ત્યાં હોબાળો કરવામાં આવ્યો હતો. બીલ ન ચૂકવાય ત્યાં સુધી હોસ્પિટલે મૃતદેહ આપવાનો કર્યો ઈન્કાર ઓર્ગન ડોનેટના નામે પણ તમામ રિપોર્ટ કરાવી મૃતકના પરિવાર પાસેથી બિલ વસૂલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે ઉપસ્થિત સ્ટાફ દ્વારા આ બિલ ચૂકવવામાં આવશે તો જ મહિલાની લાશ પરિવારજનોને મળશે એવું જણાવવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ ભારે વિવાદ થયો છે અને પરિવારજનોએ સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દર્દીને મૃત જાહેર કર્યા બાદ પણ હોસ્પિટલે બોડી આપવા મુદ્દે હેરાન કર્યા છે.
સ્ટર્લિંગ હોસ્પિટલનો રેકોર્ડ ખરાબ ન થાય તે માટે કર્યો પ્રયાસ
અમદાવાદ ગુરુકુળ પાસે આવેલી મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પુષ્પાબેન દરજી નામની મહિલાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, તેમનું સારવાર દરમિયાન સવારમાં મોત થયું હોવાનું ત્યાંના તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા મૃતક પુષ્પાબેનના મૃતદેહને સોંપવામાં આવ્યો ન હતો. મૃતક દર્દીનું વેન્ટિલેટર સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાઢવાના બદલે અન્ય હોસ્પિટલમાં મોકલી મૃત જાહેર કરાવવાનું હોસ્પિટલે કાવતરું કર્યું હતું.
મોત બાદ ડોક્ટર વિઝીટનું 23 હજારનું બીલ આપ્યાનો આક્ષેપ
સ્ટર્લિંગ હોસ્પિટલનો રેકોર્ડ ખરાબ ના થાય તે માટે દર્દીને અન્ય હોસ્પિટલમાં મૃત જાહેર કરાવવા હોસ્પિટલે કાવતરું કર્યું હતું. સ્ટર્લિંગના ડોક્ટરોએ પોતાની હોસ્પિટલને બદલે અન્ય નાની હોસ્પિટલમાં દર્દીને લઈ જઈને વેન્ટીલેટર કઢાવવા દબાણ કર્યું હતું. આ સિવાય દર્દીના મોત બાદ પણ બિલમાં સત્તત વધારો કરવામાં આવ્યો હતો. જોકે સવારમાં મૃતકના પરિવારજનોને રૂપિયા 1,65,000 બિલ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન તબીબે મુલાકાત લીધી હોવાનો 23,000 રૂપિયા જેટલો બીજો અન્ય ચાર્જ ઉમેરવામાં આવતા મૃતક મહિલા પુષ્પાબેન દરજીના પરિવારજનો દ્વારા ત્યાં હોબાળો કરવામાં આવ્યો હતો.
બીલ ન ચૂકવાય ત્યાં સુધી હોસ્પિટલે મૃતદેહ આપવાનો કર્યો ઈન્કાર
ઓર્ગન ડોનેટના નામે પણ તમામ રિપોર્ટ કરાવી મૃતકના પરિવાર પાસેથી બિલ વસૂલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે ઉપસ્થિત સ્ટાફ દ્વારા આ બિલ ચૂકવવામાં આવશે તો જ મહિલાની લાશ પરિવારજનોને મળશે એવું જણાવવામાં આવ્યું હતું.