Ahmedabadના વૈષ્ણવદેવી સર્કલ નજીક ડમ્પર અને બાઇક ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી!

Jun 16, 2026 - 22:30
Ahmedabadના વૈષ્ણવદેવી સર્કલ નજીક ડમ્પર અને બાઇક ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા વૈષ્ણવદેવી સર્કલ નજીક જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે બે વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે જાહેરમાં હિંસક મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગયો છે.

રોડ વચ્ચે જ છૂટા હાથની મારામારી

મળતી માહિતી અનુસાર, વૈષ્ણવદેવી સર્કલ પાસેના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ડમ્પર ચાલક અને બાઇક ચાલક વચ્ચે વાહન આગળ-પાછળ લેવા અથવા ઓવરટેક કરવા જેવી ક્ષણિક બાબતે તકરાર થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો વધી ગયો કે બંને ચાલકો રસ્તાની અધવચ્ચે જ પોતાના વાહનો ઊભા રાખીને એકબીજા પર તૂટી પડ્યા હતા. બંને વચ્ચે જાહેર માર્ગ પર જ રીતસરની છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેને પગલે થોડીવાર માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

આ હિંસક દ્રશ્યો ત્યાંથી પસાર થતા અન્ય કોઈ વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં જ જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ શહેર પોલીસને ટેગ કરીને કાયદો હાથમાં લેનારા આ બંને શખ્સો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક વર્તન કરનારાઓ સામે પોલીસ ટૂંક સમયમાં કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0