Ahmedabadના લાલ દરવાજા માર્કેટમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો

Oct 12, 2025 - 16:00
Ahmedabadના લાલ દરવાજા માર્કેટમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખરીદીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. દિવાળીના અંતિમ રવિવારે શહેરના મુખ્ય બજારોમાં ગ્રાહકોનું એટલું મોટું માનવ મહેરામણ ઉમટ્યું હતું કે રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને શહેરનું જાણીતું અને લોકપ્રિય સ્થળ લાલ દરવાજા માર્કેટ ખરીદી માટે લોકોનું કેન્દ્ર બન્યું છે. લાલ દરવાજાના બજારોમાં ખરીદી કરવા માટે લોકોનું જાણે કિડિયારું ઉભરાયું હોય તેવો માહોલ સર્જાયો હતો.

લાલ દરવાજા માર્કેટમાં ખરીદી કરવા લોકો ઉમટ્યા

જ્યાં જુઓ ત્યાં માત્ર ખરીદી કરવા આવેલા લોકોની ભારે ભીડ જ નજરે પડતી હતી. આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સલામતી અને વ્યવસ્થા જાળવવા માટે માર્કેટના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જેથી લોકો શાંતિથી ખરીદી કરી શકે. આ વર્ષે દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલના આશયને લોકોએ સાર્થક કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

વોકલ ફોર લોકલના આશય સાથે લોકોની ખરીદી

મોટાભાગના લોકો સ્થાનિક બજારો અને લાલ દરવાજા જેવા પ્લેટફોર્મ પરથી જ ખરીદી કરી રહ્યા છે. લોકોના આ ધસારાને કારણે દુકાનદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને તેમને ધમધમતો પ્રતિસાદ મળી રહ્યો છે. દિવાળીની રોનક અને ઉત્સાહ હવે અમદાવાદના બજારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જ્યાં લોકો નવા વર્ષની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક ખરીદીમાં વ્યસ્ત છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0