Ahmedabadના નારણપુરામાં વધુ એક બ્રિજ બનીને તૈયાર, શહેરીજનોને ટ્રાફિકમાંથી મળશે રાહત

Feb 19, 2025 - 09:30
Ahmedabadના નારણપુરામાં વધુ એક બ્રિજ બનીને તૈયાર, શહેરીજનોને ટ્રાફિકમાંથી મળશે રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વધુ એક ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે જેમાં નારણપુરાથી AEC તરફનો ઓવરબ્રિજ તૈયાર થયો છે,આ બ્રિજને લઈ મજબૂતાઈની ચકાસણી કરવામાં આવી છે,ટૂંક સમયમાં આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે સાથે સાથે 105 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે,ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનોને વધુ રાહત મળે તે માટે એએમસી દ્વારા બ્રિજ બનાવવામાં આવતા હોય છે.

બ્રિજની મજબૂતાઇ ચકાસણી કરવામાં આવી

અમદાવાદનો વિકાસ દિવસેને દિવસે વધતો જાય છે સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધતી જાય છે ત્યારે શહેરીજનોને ટ્રાફિકથી રાહત મળે તે માટે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વધુ એક બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તે બનીને તૈયાર પણ થઈ ગયો છે,ત્યારે નારણપુરાથી એઈસી તરફ જતા બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે છે,નવા પલ્લવ બ્રિજનું થશે આગામી ટૂંક જ સમયમાં જનતા માટે મુકાશે ખુલ્લો તો બ્રિજની મજબૂતાઇની ચકાસણી કરવા amcના અધિકરીઓએ કરી છે તપાસ અને બ્રિજમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય માટે વપરાતા મટીરીયલની પણ કરાઈ છે ચકાસણી.

હાટકેશ્વર બ્રિજ વિવાદને લીધે બ્રિજની કામગીરી પર રોક લગાવામાં આવી હતી

એઈસી બ્રિજ અંદાજીત 105 કરોડના ખર્ચે બનાવવવામ આવ્યો છે જેમાં બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યાથી 1.50 લાખ શહેરીજનોને મળશે રાહત સાથે સાથે પલ્લવ ઓવર બ્રિજની કામગીરી ઝડપી કરવા તંત્રએ સૂચના આપી છે તો બ્રિજ નીચે પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ કરાશે તેવો પ્લાનિંગ એએમસીનો ચાલી રહ્યો છે.

એસ.જી હાઈવે પર બનશે ફૂટ ઓવર બ્રિજ

ઉલ્લેખનીય છે કે, ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0