Ahmedabad: સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ કર્યા જપ્ત, થયો આ મોટો ખુલાસો

સાયબર ક્રાઇમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યાપોસ્ટ દ્વારા મગાવાયેલો હાઈબ્રીડ ગાંજો કરાયો જપ્ત પાર્સલની અલગ-અલગ જિલ્લામાં ડિલીવરી કરવાની હતી અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયુ હોવાનું સામે આવ્યુ છે. સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા છે અને પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. તમામ પાર્સલ અલગ અલગ દેશમાંથી મગાવવામાં આવ્યા તમને જણાવી દઈએ કે વિદેશથી પોસ્ટ દ્વારા મગાવવામાં આવેલો હાઈબ્રીડ ગાંજો પણ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કૂલ 37 પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ અને અન્ય કોઈ એજન્સીને શંકા ના જાય તે માટે આ તમામ પાર્સલ અલગ અલગ દેશમાંથી મગાવવામાં આવ્યા હતા અને આ પાર્સલના પેકેટો દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે 14 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ કબ્જે કર્યુ હતુ યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સની બદીને જડમૂળમાંથી ડામવા માટે પોલીસ હવે નાના નાના ડ્રગ્સ સપ્લાયર અને પેડલરોને પણ ઝડપી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને અન્ય એજન્સીઓ સક્રિય બની એક બાદ એક રેડની કાર્યવાહી કરી રહી છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે અનીશ મોતિવાલા, મોહમંદ આરીફ શેખ અને ફૈસલ કકુવાલા નામના ત્રણ ડ્રગ્સ સપ્લાયર અને પેડલરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 14.33 લાખની કિંમતનું 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે યુવકો એલીસબ્રીજ પોલીસ સ્ટેશન સામે આવેલી એમ.જે લાયબ્રેરી પાસે એમડી ડ્રગ્સની ડિલેવરી આપવા આવી રહ્યા છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે બંને ડ઼્રગ્સ સપ્લાયરને ઝડપીને તેઓની પૂછપરછ કરતા તેમના નામ ફૈસલ કકુવાલા અને અનીશ મોતિવાલા હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે બંનેની તપાસ કરતા તેઓની પાસેથી 49.570 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય એક વટવાના આરોપી મોહમંદ આરીફનું નામ સામે આવ્યું હતું. પોલીસે વટવાના મોહંમદ આરીફ શેખ નામના ડ્રગ્સ પેડલરના ઘરે તપાસ કરતા ત્યાંથી 93.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લાવતો હોવાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે ત્યાં તપાસ શરુ કરી છે. 

Ahmedabad: સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ કર્યા જપ્ત, થયો આ મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયબર ક્રાઇમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા
  • પોસ્ટ દ્વારા મગાવાયેલો હાઈબ્રીડ ગાંજો કરાયો જપ્ત
  • પાર્સલની અલગ-અલગ જિલ્લામાં ડિલીવરી કરવાની હતી

અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયુ હોવાનું સામે આવ્યુ છે. સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા છે અને પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

તમામ પાર્સલ અલગ અલગ દેશમાંથી મગાવવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે વિદેશથી પોસ્ટ દ્વારા મગાવવામાં આવેલો હાઈબ્રીડ ગાંજો પણ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કૂલ 37 પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ અને અન્ય કોઈ એજન્સીને શંકા ના જાય તે માટે આ તમામ પાર્સલ અલગ અલગ દેશમાંથી મગાવવામાં આવ્યા હતા અને આ પાર્સલના પેકેટો દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા.

ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે 14 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ કબ્જે કર્યુ હતુ

યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સની બદીને જડમૂળમાંથી ડામવા માટે પોલીસ હવે નાના નાના ડ્રગ્સ સપ્લાયર અને પેડલરોને પણ ઝડપી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને અન્ય એજન્સીઓ સક્રિય બની એક બાદ એક રેડની કાર્યવાહી કરી રહી છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે અનીશ મોતિવાલા, મોહમંદ આરીફ શેખ અને ફૈસલ કકુવાલા નામના ત્રણ ડ્રગ્સ સપ્લાયર અને પેડલરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 14.33 લાખની કિંમતનું 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે યુવકો એલીસબ્રીજ પોલીસ સ્ટેશન સામે આવેલી એમ.જે લાયબ્રેરી પાસે એમડી ડ્રગ્સની ડિલેવરી આપવા આવી રહ્યા છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે બંને ડ઼્રગ્સ સપ્લાયરને ઝડપીને તેઓની પૂછપરછ કરતા તેમના નામ ફૈસલ કકુવાલા અને અનીશ મોતિવાલા હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે બંનેની તપાસ કરતા તેઓની પાસેથી 49.570 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય એક વટવાના આરોપી મોહમંદ આરીફનું નામ સામે આવ્યું હતું. પોલીસે વટવાના મોહંમદ આરીફ શેખ નામના ડ્રગ્સ પેડલરના ઘરે તપાસ કરતા ત્યાંથી 93.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લાવતો હોવાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે ત્યાં તપાસ શરુ કરી છે.